Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
નૃસિંહ મંદિર (ગોમ્પા)- જવાલા મંદિરથી બરાબર વિરુધ્ધ ખૂણામાં આ મંદિર આવેલ છે. શરભરુપે શિવજી અને નરહરિ રુપે નારાયણનું અહીં યુધ્ધ થયેલું જે યુધ્ધનો અંત બદ્રિકાશ્રમમાં થયેલો. આ પ્રાચીન ઈતિહાસને યાદ અપાવતું આ મંદિર છે. મંદિરમાં બૌધ્ધ ગુરુ પદ્મસંભવ (ગુરુ રીનપોચે),નૃસિંહ ભગવાન વગેરે મુર્તિઓ છે. મંદિરમાં અલભ્ય મુર્તિઓ હોવાથી બંધ રાખવામાં આવે છે. પુલહાશ્રમ મંદિરના રક્ષકો પાસેથી ચાવી મેળવીને દર્શન કરી શકાય છે.
|
|