Ayodhya અયોધ્યા
શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા અયોધ્યામાં હાલ રેલ્વે સ્ટેશન છે ત્યાં પાસે રાયગંજ વિસ્તાર કહેવાય છે ત્યાં રહેતા હતા. હાલ તે સ્થાન ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું જન્મસ્થાન પણ અહીં જ છે.
બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પધારી જે જે સ્થાનકે દર્શન કરવા જતાં તેનું વર્ણન કરતાં ભક્તચિંતામણીના પ્રકરણ -21 માં શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે...
જાય સર્જુમાં નાવા એકલા રે, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં વે’લા રે. -૯-
આવે નાહીને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે. -૧૦-
રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદિક્ષણા તેને પ્રીતે રે,
જન્મસ્થાન ને લછમન ઘાટ રે, રામઘાટે જાય વર્ણિરાજ રે. -૧૨-
બ્રહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકી ઘાટ વિચારી રે.
વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે. -૧૩-
કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે.
હનુમાન ગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિષ રે. -૧૪-
જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે,
રામજ્ન્મ ભૂમિ-- જ્યાં ભગવાન સ્વામિનારાયણ-મહાવીર સ્વામી-બુધ્ધ ભગવાન-શીખધર્મ ગુરુઓ પણ પધારેલ છે.
અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
નકશામાં અયોધ્યા જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં અયોધ્યાના જોવા લાયક મુખ્ય સ્થળો માટે અહીં ક્લીક કરો
City Map of Ayodhya
નકશામાં અયોધ્યાના દક્ષિણ દિશાના સ્થ્ળો જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં અયોધ્યાના ઉત્તર દિશાના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 12/07/2009
Owner: JGPatel
Size: 69 items
|