સુચનો SUGGESTIONS FOR TRAVELS
SUGGESTIONS FOR TRAVELS યાત્રાએ / પ્રવાસે જતાં પહેલાં સૂચનો
આ મોંઘવારીમાં અને માંડ કાઢેલા સમયમાં તમે યાત્રા/પ્રવાસે જઇ રહ્યાછો ત્યારે તમે એ ખાસ ધ્યાનમાં રાખો કે તમે આ સ્થળે આ રીતે ફરીથી કદાચ નહી જઇ શકો. તો આ પ્રવાસ/યાત્રામાં તમને પુરો સંતોષ મળે તેનું ખાસ ધ્યાન રાખજો. આ માટે થોડા સુચનો નિચે મુજબ છે.
1.જો તમે ઓરગેનાઇઝ ટુરમાં જતા હો તો ઓરગેનાઇઝર પાસેથી તમે ક્યા ક્યા શહેરમાં ક્યા ક્યા સ્થળોની મુલાકાત લેવાના છો તેનું લીસ્ટ માંગો. જો તેની ચોખવટ નહીં હોય તો ઓરગેનાઇઝર નજીકનાં બે-ત્રણ સ્થળોની મુલાકાત કરાવી એ શહેર/સ્થળની મુલાકાત પુરી કરી દેશે. આમાં આ શહેરના કોઇ અગત્યના સ્થળો રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો.
ઘણાં લોકો કાંઇ જાણ્યા/પુછ્યા વગર લોલેલોલમાં ઓરગેનાઇઝ ટૂરમાં સામેલ થઇ જાય છે. પરત આવે ત્યારે આપણે કોઇ અગત્યના સ્થળ અંગે પૂછીએ તો કહેશે કે ના અમને ત્યાં લઇ ગયા ન હતાં. આમ તમે છેતરાઓ છો અને તમને પુરો સંતોષ મળતો નથી. દુરના સ્થળે તો ફરીથી જવાના નથી.
2.યાત્રા/પ્રવાસમાં જતાં પહેલાં તમે જે શહેરની મુલાકાત લેવા માંગતા હોય તેની પુરી માહિતી મેળવો. ત્યાં ઉતારાની સગવડ, જોવાલાયક સ્થળો વગેરેની માહિતી કોઇ મિત્રો પાસેથી, બુક્સમાંથી કે ઇંટરનેટ મારફતે મેળવો. બની શકે તો, તે સ્થળોનો ઇતિહાસ/મહાત્મ્ય જાણો. ઉપરાંત અગત્યના સ્થળે ગાઇડ કરી લેવો જેથી આપણને તે સ્થળની પુરેપુરી માહિતી મળે.
શહેરમાં જે સ્થળો જોવા જવાના હોય તેનું લીસ્ટ તૈયાર રાખો અને તે લીસ્ટ પ્રમાણે રીક્ષા વાળા સાથે રીક્ષાભાડું નક્કી કરો. તે પ્રમાણે નહી કરો તો રીક્ષાવાળા પુરા સ્થળો બતાવશે નહી.
3.ઘર જેવી સગવડ અને સંતોષ યાત્રા/પ્રવાસમાં ન મળે. તેથી યાત્રા/પ્રવાસમાં ક્યારેક ઉતારા/જમવા અંગે થોડું ચલાવી લો. ઉપરાંત પ્રવાસમાં ટાઇમ બચાવવા અને સગવડતા ખાતર દરરોજ વહેલાં ઉઠવાનું રાખો જેથી વધારે સ્થળોની મુલાકાત લઇ શકાય.
4.જો તમે સ્વતંત્ર રીતે કોઇ ખાનગી કાર કે નાની ગાડી ભાડે કરીને જતાં હો તો ગાડીનો નંબર, ડ્રાઇવરનું નામ, તેનો મોબાઇલ નંબર તેનું સરનામું ઉપરાંત ગાડીના માલિકની માહિતી લખી લો.
5.પ્રવાસમાં કિંમતી ઘરેણાં – દાગીના લેવાનું ટાળજો.
6.તમારા મિત્રો- સ્વજનોના મો. નંબર નોંધીને સાથે લઇ જજો, જેથી અણધારી પરિસ્થિતીમાં તમે તેનો સંપર્ક કરી શકો.
7.તમે પ્રવાસનો જે રૂટ નક્કી કર્યો હોય તેની જાણ તમારા પાડોશીને તથા ખાસ સ્નેહીને કરશો, જેથી એ લોકો પણ કોઇક ઓચિંતી પરિસ્થિતિમાં તમારો સંપર્ક કરી શકે.
8.પ્રવાસમાં ગમે ત્યાં, ગમે તે ખાવાની ટેવ રાખશો નહીં.
9.તમારા શરીરને અનુકુળ દવાઓ સાથે રાખો.
10.અજાણ્યા માણસો ઉપર વિશ્વાસ મૂકશો નહીં. કામ પૂરતી જ વાત કરજો.
11.વધુ પડતી રકમ સાથે ન રાખી શકો તો ATM કાર્ડ સાથે રાખો.
|
Date: 06/14/2014
Owner: JGPatel
|