વંદુ શ્રીધર્મતનય બ્રહ્મપુર નિવાસી (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:26pm

રાગ : ભૈરવી

 

પદ - ૧

વંદુ શ્રીધર્મતનય બ્રહ્મપુર નિવાસી; વંદુ૦ ટેક.

લહત ન સકામી કોઉ, આતમા ઉપાસી; વંદુ૦ ૧

જાકે અગણિત નામ, સત ચિત આનંદ ધામ;

અક્ષર અમૃત જનવિશ્રામ, અચ્યુત અવિનાશી. વંદુ૦ ૨

અગણિત વિશ્વ આધાર, સુખનિધિ અતિ સર્વપ્રકાર;

કહત નિગમ ગતિ અપાર, સુંદર સુખરાશી. વંદુ૦ ૩

અગણિત રવિ શશિ સમાન, શીતળ પ્રકાશવાન;

શ્રીપતિ ભગવાન તામે, વસત સુખવિલાસી. વંદુ૦ ૪

અક્ષર નિવાસી દેવ, કોટી મુક્ત કરત સેવ;

આગે એક ટેક, પ્રેમાનંદ ગુણ ગાસી. વંદુ૦ ૫

 

પદ - ૨

નારાયણ વાસુદેવ અક્ષરપતિ સ્વામી; નારા૦ ટેક.

સેવત પદપદ્મ જાકે પુરુષ નિષ્કામી. નારા૦ ૧

અક્ષરસમ કોટી મુક્ત, એકાંતિક ધર્મજુક્ત;

પઢી પઢી નિત્ય પુરુષસૂક્ત, સ્તુવત બહુનામી. નારા૦ ૨

ચંદાનાદિક પુષ્પહાર, ગ્રહીકે ષોડશ પ્રકાર;

પૂજન પ્રભુ વિશ્વાધાર, ચરનને શિર નામી. નારા૦ ૩

અક્ષર અતિ પરમધામ, કરત તામે હરિ વિરામ;

પરમપુરુષ પૂરણકામ, અનંત નામ નામી, નારા૦ ૪

વૃષસુત સુંદર સુજાન, કોટીક શોભા નિધાન;

પ્રેમાનંદ વારે પ્રાન, નિરખી અંતરજામી. નારા૦ ૫

 

પદ - ૩

ધર્માત્મજ ધર્મકુંવર સંતન સુખદાઈ;      ધર્મા૦ ટેક.

અધમકાજ શ્રીમહારાજ, વિચરત મહિ આઇ. ધર્મા૦ ૧

અતિશય આનંદકંદ, વૃષકુળવર વિશદચંદ;

મેટન દુઃખ દ્વંદ્વ, નિગમ કરત હે બડાઈ. ધર્મા૦ ૨

ધર્મલાલ પ્રણતપાળ, અધરમકુળ પરમ કાળ;

તન તમાલ ગતિ મરાલ, સુંદર સુર રાઇ. ધર્મા૦ ૩

વદન વદન અતિ રસાળ, મેટત ભવ ભ્રમણ જાળ;

એસે હરિવર દયાળ દેખે દુઃખ જાઇ. ધર્મા૦ ૪

અમિત શમિત ત્રિવિધ તાપ, ત્રિભુવન જન જપત જાપ;

બરનત ગુણ કર આલાપ, પ્રેમાનંદ ગાઈ. ધર્મા૦ ૫

 

પદ - ૪

નારાયણ નારાયણ રસના નિત્ય ગાઈએ; નારા૦ ટેક

પર હરિ છળ કપટ ચપટ, આનંદ સુખ પાઇએ. નારા૦ ૧

જોસે હોત જન્મ મરણ, અસદ્ ગ્રામ્ય કથા શ્રવણ;

પુનિ પુનિ ભવભ્રમણ શ્રમણ, સબહી દૂર બહાઇએ. નારા૦ ૨

શ્રીહરિ હરિકૃષ્ણ નામ, જનવિશ્રામ દમત કામ;

ઘનશ્યામ ચરનન પર, ત્રિભુવન બળ જાઇએ. નારા૦ ૩

કમનીય અતિ સરસ રુપ, અતિ અનુપ નમત ભુપ;

ધર્મસુનુ છબી વિલોકી, અંતહી હરખાઈએ. નારા૦ ૪

સબહીકા આધાર સાર, સુંદર શ્રીવૃષકુમાર;

પ્રેમાનંદ વારવાર, ચરનન શિર નાઇએ. નારા૦ ૫

Facebook Comments