અધમ ઉધ્‍ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે (૨) ?

Submitted by swaminarayanworld on Wed, 13/07/2011 - 12:57am

રાગ - ભૈરવ

પદ ૧

૨.

અધમ ઉધ્‍ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે;

ગ્રહી બાંહ્ય છોડો નહિ ગીરધર, અવિચળ ટેક તમારી રે અ૦

ભરી સભામાં ભૂધરજી તમે, થયા  છો  માડી  મારી રે;

બેટાને હેતે બોલાવો, અવગુણિયાં વિસારી  રે. અ૦ ૧

જેવો  તેવો  તોય પુત્ર  તમારો,   અણસમજુ અહંકારી રે;

પેટ પડ્યો  તે અવશ્ય પાળવો, વાલમ જુવોને વિચારીરે. અ૦ ૨

અનલ  અહી  જો ગ્રહે  અજાણે,  તો  છોડાવે   રોવારી રે;

બાળકને  જનની  સમ બીજું,   નહિ  જગમાં   હિતકારીરે. અ૦ ૩

બ્રહ્માનંદની  એજ  વિનંતિ,   મન   ધારીએ     મોરારી રે;

પ્રીત     સહિત    દર્શપ્રસાદી,     જોયે   સાંજ    સવારી રે. અ૦ ૪

 

પદ - ૨

૧.

૨.હેમંત ચૌહાણ

મનમોહન સુંદરવર મારા, અવગુણિયાં વિસરાવા રે;

અધમોદ્ધારક પતિતજનપાવન, બિરુદતમારું ચહાવા રે મ૦

સહુ દેખતાં શામળિયા  તમે, માડી થયા છો માવા રે.

છોરુની ચિંતા રાખીને, માં દેશો મુંઝાવા રે. મ૦ ૧

બાળક હોય  તે જેમ  તેમ બોલે, લિયે કુટાણે ખાવા રે,

જનની દોષ ન લેખે જાણે, અણસમજુ હોય આવા રે. મ૦ ૨

શેરડીએ રમતાં અથડાતાં, છોરા રાખે દાવા રે,

સબળ થઈ કોઈ લિયે ચૂંટીઓ,  તો માતા જાય મેલાવારે. મ૦ ૩

મનગમતું સર્વે મેલીને, એક તમને  રીઝાવા રે,

બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, ગુણ તમારા ગાવા રે. મ૦ ૪

 

કવિ સમ્રાટ બ્રહ્માનંદસ્વામીએ "અધમ ઉદ્ધારણ અવિનાશી " એ કિર્તન જ્યાં બેસીને બનાવ્યુ તે પ્રસાદીનો થાંભલો -  ગામ - સીંજીવાડા

Facebook Comments