સિધ્ધેશ્વર શ્યામ સુંદર શોભે રે, જોઈ ભક્તતણાં મન લોભે રે, (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 02/03/2011 - 10:01pm

જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી સિધ્ધેશ્વર મહાદેવનું કીર્તન
રચાયિતા કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી કે જેમને જુનાગઢ મંદિરનું નિર્માણ કર્યું હતું.

શિવરાત્રીનાં પદો
 
પદ ૮૨૧ મું. - રાગ ગરબી

સિધ્ધેશ્વર શ્યામ સુંદર શોભે રે, જોઈ ભક્તતણાં મન લોભે રે, ટેક.

માથે મુકુટ જટા કેરો ભારી રે, તમે ગંગાને લઈ ધારી રે;

તેણે લાગો રુડા ત્રિપુરારી રે.                                           સિ....1

કાજુ ચાંદલો ચંદ્ર કપાળે રે, ભાવે સહિત એને જે ભાળે રે;

તેનાં તુરત મહા દુખ ટાળે રે.                                          સિ....2

એને ભાંગ ધંતુરો તે ભાવે રે, નિત્ય મોટા મુનિવર ગાવે રે;

એના મહિમાનો પાર ન આવે રે.                                      સિ....3

છબી અજબ નવલ રંગી છાઈ રે, બ્રહ્માનંદ કહે સદા સુખદાયી રે;

નયણે કેફ તણી કરડાઈ રે                                             સિ....4

 

પદ ૮૨૨ મું

સિધ્ધેશ્વર દેવ સુંદર સારારે, પ્રેમી જનને લાગે અતી પ્યારા રે.  ટેક.

ઉભા નંદી ભૃંગી જેવા આગે રે, મોટા દેવ આવી વર માગે રે;

એને ભજતાં તે સકંટ ભાંગે રે.                                         સિ....1

છે જો ભાંગ ધંતુરાના ભોગી રે, એનો જાણે છે મહિમા જોગી રે;

એને ભજતાં થવાય અરોગી રે.                                        સિ....2

ફાવે (શોભે) સુંદર હાર ફણાળા રે, જગજીવન દેવ જટાળા રે;

રુડા લાગે છે રુપાળા રે.                                                સિ....3

એને ભજતાં મીટે સર્વ ખામી રે, બ્રહ્માનંદ કહે શિરનામી રે;

નર રુપ શંભુ બહુનામી રે.                                              સિ....4

 

પદ ૮૨૩ મું.

સિધ્ધેશ્વર દેવની બલિહારી રે, એની મુર્તિ મનોહર પ્યારી રે. ટેક.

કાજુ કુંડળ કાને લળકે રે, વળી ચંદ્ર કપાળે ઝળકે રે;

એને ગંગ જટામાંહી ખળકે રે.                                          સિ....1

એના ગાયા છે ગુણ શેષે રે, કઈક અમર થયા ઉપદેશ રે;

શોભે નીલકંઠ નર વેશે રે.                                              સિ....2

શોભે મસ્તક ફૂલના તોરા રે, ચિદધ્યાયી અધિક ચિત્ત ચોરા રે.

ગુણનાથ શંભુ તન ગોરા રે.                                            સિ....3

એ તો દેવના દેવ કહાવે રે, એને પૂજે તે મહા સુખ પાવે રે;

બ્રહ્માનંદ હેતે ગુણ ગાવે રે.                                             સિ....4

 

પદ ૮૨૫ મું.

સિધ્ધેશ્વર દેવ પ્રગટ વિરાજે રે, નિજ જનને તે ખુબ નિવાજે રે.

જગ થાય જાય ભ્રકુટી વિલારે રે, એને ઈંન્દ્રાદિક દેવ ઉપાસે રે;

ભાવે ભજતાં તે જગત નવ ભાસે રે.                                  સિ....1

રાજે અચળ સદા એક રંગે રે, શોભે પાર્વતી નિત્ય સંગે રે;

અતિ ગૌર મનોહર અંગે રે.                                            સિ....2

એની મૂર્તિ જે ઉરમાં આણે રે, તે તો મુક્ત મહા સુખ માણે રે;

વળી મહીમા તે દેવ વખાણે રે,                                        સિ....3

હર સેવકના દુખ હારી રે, કરૂણાનિધિ મંગળ કારી રે,

બ્રહ્માનંદ જાય બલિહારી રે.                                            સિ....4

 

Facebook Comments