વચનવિધિ કડવું - ૪૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:48pm

અતોળ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી
અણુ એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી

સીમા છે સરવે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ ।।
મહાપ્રભુ મળવાને મારગે, જાણું આડો ઊતર્યો ભોયંગ ।। ર ।।

જેમ આવ્યો દિન આનંદનો, ત્યાં મૂવો મોટેરો સુત રે ।।
તેમ અવસર આવ્યો હરિભજયાનો, ત્યાં મળ્યો જાણો યમદૂત રે ।। ૩ ।।

જેમ ભોજન બહુ રસે ભયાર્ં, કયાર્ં જુગત્યે જમવા જેહ ।।
તેમાં પડી મૂઈ માખિયો, કહો કેમ ખવાય તેહ ।। ૪ ।।

તેમ મનુષ્ય દેહ મહામોંઘામાંહિ, વચન પડ્યાં વિમુખનાં ।।
સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના ।। પ ।।

દૈત્ય દાનવ દનુજ  થયા, યક્ષ રાક્ષસ ભૂત પલીત ।।
તે સર્વે વિમુખના સંગથી, બીજી મા જાણજો કોઈ રીત ।। ૬ ।।

જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી થકી ।।
વેરી કાપે એક કંઠને, આ તો કોટિ કંઠે નથી નકી ।। ૭ ।।

એને સંગે એવા દુઃખ મળે, ત્યારે તેનાં તે દુઃખ કેવાં કહિયે ।।
નિષ્કુળાનંદ ન કહિયે ઘણું, એ તો મનમાં સમજી લહિયે ।। ૮ ।।