આરોગો અવિનાશી, ભોજન આરોગો અવિનાશી (૨)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:42pm

રાગ : સારંગ

રાજભોગનો થાળ

પદ-૧

 

આરોગો અવિનાશી, ભોજન આરોગો અવિનાશી. ભોજન૦

વિંજન વિવિધ પ્રકાર સંવારે, તુમકારન સુખરાશી. ભોજન૦ ૧

મોતીચુર જલેબી સુંદર, પેંડા બરફી ખાસી,

વિધવિધ કે પકવાન મીઠાઈ, ગીનત અંત નહિ આસી. ભોજન૦ ૨

દુધપાક દહીં ઓદન મીસરી, જીમો કુંજ વિલાસી,

નિરખી સુંદર બદન કમલ છબી, મીટે સકલ ભવફાંસી. ભોજન૦ ૩

અતિ પ્રસન્ન હોય જીમો જીવન, મગન હોત બ્રજવાસી,

પ્રેમાનંદકું શીત પ્રસાદી, દીજે બોલાયકે પાસી. ભોજન૦ ૪

 

પદ-૨

ભોનજ કીજે નંદલાલ રે, ભોજન કીજે નંદલાલ રે. ભોજન૦

શ્રી ઘનશ્યામ જશોદા જીવન, ગોપીજન દ્રગ તારે. ભોજન૦ ૧

નાનાવિધ પકવાન મીઠાઈ, બીંજન ખાટે ખારે,

રૂચી ઉપજાય રસીકવર જીમો, પ્રીતમ પ્રાનસે પ્યારે. ભોજન૦ ૨

પુરી ઠોર કચોરી સુંદર, બુરા દધી મહીં ડારે,

કઢી વડી ભાજી અતિ સારી, ભરે કટોરે ન્યારે. ભોજન૦ ૩

સુંદર દાળ ભાત દધી મિસરી, જીમો જગ ઉજીયારે,

નીરખી સુંદર ચ્યવન ચાતુરી, વારે પ્રાણ હમારે. ભોજન૦ ૪

ઉપર ઓટ્યો દૂધરૂં મિસરી, પીયો મોહન મતવારે,

બચે સો પ્રેમાનંદકું દીજે, માગત ઠારો દ્વારે. ભોજન૦ ૫

Facebook Comments