મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:22pm

રાગ - ગરબી

 

મેં નીરખ્યા શ્રીગઢપુરમાં સુખકારી રે,

મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે;

છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે,

રાસેશ્વરી રાધા સાથ ભવભયહારી રે- મેં નીરખ્યા ટેક.

શીશ મુગટ મણિએ જડ્યો, કુંડળ મકરાકાર,

નંગ જડિત ઝળકી રહ્યા, હૈડા ઊપર હાર;

હૈડા ઊપર હાર હરિવર હસિયા રે,

મુજ હૃદય કમળની માંહ્ય મોહન વસિયા રે- મેં નીરખ્યા૦ ૧

જામો જરિયાની ધર્યો, સોનેરી સુરવાળ,

શેલું બુરાનપુરનું, શોભે ખભે રસાળ;

શોભે ખભે રસાળ પોંચી હાથે રે,

દશ આંગળીઓમાં વેઢ ધરિયા નાથે રે- મેં નીરખ્યા૦ ૨

ફુલદડો ઊછાળતા, લટકાં કરીને લાલ,

ડાબા કરમાં રેશમી, રાજે એક રૂમાલ;

રાજે એક રૂમાલ બંસી વગાડે રે,

પ્રેમી જનને આનંદ પૂર્ણ પમાડે રે- મેં નીરખ્યા૦ ૩

કેડે છે કટીમેખડા, રેશમ નાડી અનુપ,

ચારૂ ઝાંઝર ચરણમાં, શોભી રહ્યાં રસરૂપ;

શોભી રહ્યાં રસરૂપ પગ આંગળિયું રે,

જાણે ચળકે છે નખ  તેજ ચંદ્ર મંડળીયું રે- મ નીરખ્યા૦ ૪

મરમાળી છે મૂર્તિ, નટવર નંદકિશોર,

વિશ્વવિહારીલાલજી, કોટિક જન ચિત્તચોર;

કોટિક જન ચિત્તચોર મંગલકારી રે;

હરો આપત્તિ અલબેલ એહ અમારી રે-મ નિરખ્યા૦ ૫

Facebook Comments