નરતન ભવતરન નાવ, દાવ દુર્લભ આયો, (૪)

Submitted by swaminarayanworld on Mon, 23/11/2015 - 7:00pm

રાગ - ગોડી

 

પદ-૧

નરતન ભવતરન નાવ, દાવ દુર્લભ આયો,

નયન શ્રવણ નાસિકા, મુખ બહુ વિધિ બનાયો.. ટેક૦

સદ્ગુરુ શુભ કરનધાર, હરિજન મન અતિ ઊદાર,

વચન કહત વારવાર, પારહું પમાયો. નરતન૦ ૧

જનમ મરણ જગત જાલ, કરમ ભરમ કઠીન કાલ;

માધવ મેટત દયાલ, ભેટત મન ભાયો. નરતન૦ ૨

મનુષ્ય  તન મોક્ષદ્વાર, સમજત અસાર સાર;

અંતર પ્રભુ રહે અપાર, પુરન સુખ પાયો. નરતન૦ ૩

રાજકાજ લોકલાજ, સુપન જાની ધનસમાજ;

દેવાનંદ દેખી આજ, ગોવદ ગુન ગાયો. નરતન૦ ૪

 

પદ - ૨

હરિ ભજ  તજ હરખ શોક, લોકલાજ ત્યાગી;

માત  તાત ભગિનિ ભરાત, જાત જોને જાગી. ટેક૦

ગયે અનેક રહત એક, ધરમ ઊપર ધરહું ટેક;

વારવાર કર વિવેક, અંધ નર અભાગી. હરિભજ૦ ૧

જોબન ધન કરત નાશ, ફીરત કાલ આસપાસ;

પકરત અબ વરસ માસ, દેવત મુખ આગી. હરિભજ૦ ૨

સંતન કર સુભગ સાથ, ગોવદ ગુણ કરહું ગાથ;

રીઝત રંગરેલ નાથ, નિરભે નોબત વાગી. હરિભ૦ ૩

ચંચલ નર ચેત ચેત, હરિસંગ કર હેત હેત;

દેવાનંદ લેત લેત, મોજ ચરન માગી. હરિભજ૦ ૪

 

પદ - ૩

પ્રભુ પદ કર પ્રિત નિત જનમ જીત જાવે;

સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે. ટેક૦

અતિ અજાન મમતવાન,  તાતે ગુપ્ત ગ્રહમ  તાન;

ભૂલી કે ભગવાન માન, અંતર અકુલાવે. પ્રભુ૦ ૧

પરધન પરનારી આશ, બિન બિચારે બાર માસ;

દામ સહિત કામ દાસ, પરસમ લપટાવે. પ્રભુ૦ ૨

જુઠ જાપ જપત આપ,  તનમ  તપન ત્રિવિધ  તાપ;

પામર નર કરત પાપ, અપના બુઝાવે. પ્રભુ૦ ૩

હરિ રીઝાવ દુર્લભ દાવ,  તામ તિવ્ર ભક્તિભાવ;

દેવાનંદ દુઃખ નશાવ, ચરન નાવ પાવે. પ્રભુ૦ ૪

 

પદ - ૪

મુરખ મતિમંદ નર, મુકુંદ કયું વિસારે;

ભૂલી કે ભગવાન આનંદ, બહુ ઊરમ ધારે. ટેક૦

સદાશિવ ઈન્દ્રજાસ, બ્રહ્મા ભવ વિષ્ણુ પાસ;

ઊત્પતિ પાલન વિનાશ, કરત ન્યારે ન્યારે. મુરખ૦ ૧

મારુત અરૂ મેઘમાલ, વરસત ભૂપર વિશાલ;

સૂરજ શશિ ડરત કાલ, ભય ગોપાલ ભારે. મુરખ૦ ૨

માયા પતિ અતિ પ્રવીન, સ્થાવર જંગમ સૌ કીન;

ભક્ત જક્ત ભીન ભીન, જીન આધીન પ્યારે. મુરખ૦ ૩

અક્ષર કોટિ અપાર, સમરત પ્રભુ સારસાર;

દેવાનંદ વારવાર, વંદત મતવારે. મુરખ૦ ૪

Facebook Comments