જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:16pm

 

રાગ : બિલાવલ

( પ્રભાતનાં કીર્તન )

પદ - ૧

જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી; જય૦ ટેક૦

જય શ્રીધર્માત્મજ પ્રગટ પુરૂષોત્તમ, જય શ્રી સહજાનંદ સુખદ સ્વામી. જય૦ ૧

રટત દશશતવદન નિગમ આગમ સદા, જયસિ ત્વં નમત સુર શીશ નામી;

જયસિ ત્વં ભજત મુનિ ભક્ત નિષ્કામ જન, જય શ્રી દાતાર કૈવલ્યધામી. જય૦ ૨

કાળ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ, પરમ પુરુષ તવ દૃષ્ટિ પામી;

હોત પાલન પ્રલય તવ ભૃકુટિ ભંગ કરી, જય શ્રીસર્વેશ્વર અહં નમામિ. જય૦ ૩

જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ઠિક જતી, જયસિ ત્વં ભજત પુરુષ અકામી;

જય શ્રી પરમેશ્વર તવ ચરણશરણમેં, આયો પ્રેમાનંદ ગરૂડગામી. જય૦ ૪

 

પદ - ૨

જય શ્રીમહારાજ શ્રીહરિ ધર્માત્મજ, જય શ્રીકૃષ્ણ લીલાવિહારિ જય૦ ટેક

જયસિ જુગજુગ પ્રતિ ધર્માવનાય, ધરત લીલાવપુ જય તુમારી. જય૦ ૧

જય શ્રી ધૃત મીન વરાહ કમઠાકૃતિ, જય શ્રીનરસિંહ વામન મોરારી;

જય શ્રીભૃગુકુલતિલક જયશ્રી રઘુનંદન, જયસિ શ્રીકૃષ્ણ બુધ કલકી હતારી. જય૦ ૨

જય શ્રીનારદ વ્યાસ પૃથુ હરિહંસ દત્ત, ધનવંતરી મનુ હયરૂપ ધારી,

જય શ્રી બદ્રીપતિ કપિલ સનકાદિક, જયસિ શ્રીવૈરાજ ધ્રુવ અચલ કારી. જય૦ ૩

જય શ્રી ચોવીશ ધૃતાકૃતિ માધવ, જય શ્રી હરન ભવદુઃખ ભારી;

જય શ્રી અવતારી ઘનશ્યામ તવ નામપર, જાત પ્રેમાનંદ પ્રાનવારી. જય૦ ૪

 

પદ - ૩

જયસિ ત્વં ઘનશ્યામ અભિરામ આનંદઘન, જયસિ કૃષ્ણ હરિ કૃષ્ણ પ્યારે; જય૦

જયસિ અક્ષરપતિ દિવ્યવિગ્રહ સદા, જયસિ ધર્માત્મજ દ્રગનતારે. જય૦ ૧

જયસિ સદા અજય અતિશુદ્ધ અમલાત્મન, જયસિ ધર્મધ્વજ દુઃખહારે;

જયસિ અશરણશરણ શરણાગતવત્સલ, જયસિ મહારાજ જીવન હમારે. જય૦ ૨

જયસિ નિરંજન રમન શમન ત્રયતાપતન, દમન દ્રપમાર મદમોહ ભારે,

જયસિ ત્વં કરૂણાભવન દલન કલિમળ અશુભ, જયસિ સુખસદન જય જગ ઉજારે; જય૦ ૩

જયસિ ભુવિ મંડન અશુભ મતખંડન, જયસિ સદય હૃદય મંગલ કારે;

જયસિ ત્વંવરણીન્દ્રવર મહાનૈષ્ઠિક સદા, પ્રેમાનંદ નામપર પ્રાન વારે.જય૦ ૪

 

પદ - ૪

જયસિ રમનીય કમનીય દમનીય અરિ, જયસિ સહજાનંદ અક્ષરવાસી; જય૦ ટેક૦

ત્વમપિ મમ જીવનં ત્વમપિ મમ લોચનં, ત્વમપિ મે વાંછિત પરદદાસી. જય૦ ૧

જય શ્રીમંજુલ મૃદુલ મધુર મુખવચન વર, જયશ્રી ચિતવની ચલની મધુર હાસી,

જય શ્રીકમલાનન પદ્મદલલોચન, કરપર કમળદળ તુલ્ય આસી. જય૦ ૨

જય શ્રી સૌંદર્ય ઔદાર્ય વર સૌગુણાકર, જયસિ ત્વં સૌશીલ્ય વાત્સલ્યરાશી,

જય શ્રીકરૂણાભવન જય શ્રીકરૂણાઘન, જય શ્રી કમલારમન અવિનાશી. જય૦ ૩

ત્વમસિ ભજનીય નમનીય શમનીય દુઃખ, ત્વમસિ મમ પ્રાણપતિ સુખપ્રકાશી;

દેહિ મમ નાથ તવ ચરણ રતિ અચળ મતિ; પ્રેમાનંદ પ્રાણ કુરબાની જાશી. જય૦ ૪

Facebook Comments