લાલચ લાગી રે, બેની મને લાલચ લાગી રે

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:39pm

રાગ - વિભાસ

લાલચ લાગી રે, બેની મને લાલચ લાગી રે;

જોઈને જાદવરાય, મને લાલચ લાગી રે. ટેક૦

સુંદર મુખ સોહામણું, શોભે સુંદર વાણી રે;

સુંદર વરની ચાલમાં, બેની હું લોભાણી રે. જોઈને૦ ૧

ગુણવંતાના ગીતમાં મારું, ચિત્ત ચોરાણું રે;

એ વિના હું બીજું બેની, કાંઈ ન જાણું રે. જોઈને૦ ૨

શાન કરી મને શ્યામળે, આવીને ઓરે રે;

દીલડું મારું ડોલ્યું, એના ફુલને  તોરે રે. જોઈને૦ ૩

જમુના પાણી હું ગઈ, મળ્યા બીચમાં માવો રે;

બ્રહ્માનંદના નાથથી થયો, નેણ મેળાવો રે. જોઈને૦ ૫

Facebook Comments