૧૨૩. બારાં દશે ના સત્સંગી બાઇભાઇનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:07pm

પૂર્વછાયો-

બહુ ભક્ત બારાંમધ્યે, જન જાણે સરવે રીત ।

સત્ય અસત્યને ઓળખી, કરી પુરૂષોત્તમશું પ્રીત ।।૧।।

એવા જન અમળનાં, કરૂં કાંયક નામ ઉચ્ચાર ।

સુણતામાં સુખ ઉપજે, સહુ સાંભળજયો કરી પ્યાર ।।૨।।

ચોપાઇ-

ધન્ય ક્ષત્રિભક્ત જીજીભાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ ।

ભક્ત પુંજોજી અમરસિંગ, વિસાભાઇને હરિનો રંગ ।।૩।।

અભેરાજ મોડજી રૂપોજી, અલુભાઇ અમરશી ખોડોજી ।

કણબી ભક્ત છે ઉત્તમરામ, સખીદાસ થોભણદાસ નામ ।।૪।।

દાજી આદિ બીજા બહુ જન, ગામ ગુડેલે કરે ભજન ।

દ્વિજભક્ત રૂપો નરભેરામ, ભાટ ધનુ રહે ખંભાત ગામ ।।૫।।

ક્ષત્રિભક્ત પથો બનેસંગ, કાન મોટભાને સતસંગ ।

એહાદિ જન આખોલ્યમાંઇ, તામસામાં ક્ષત્રિ હઠીભાઇ ।।૬।।

ભાટ ભક્ત મુળજી ને જીજી, ભજે હરિને ભાવે ભાઇજી ।

ક્ષત્રિભક્ત જીભાઇજી નામ, એહાદિ જન રહે વડગામ ।।૭।।

ક્ષત્રિભક્ત દેવોભાઇ કહીએ, એહ ગામ પાનડમાં લહીએ ।

હરિભક્ત ત્રિકમ સુતાર, રહે તે ગામ રોણી મોઝાર ।।૮।।

ક્ષત્રિભક્ત કાંધોજી પુંજોજી, કણબી પ્રભુદાસે કાશ તજી ।

હરિજન એક રામબાઇ, એહાદિ જન ગોરાડમાંઇ ।।૯।।

કોળી ભક્ત કહીએ માલબાઇ, અણદી જશુબા ક્ષત્રિમાંઇ ।

એહાદિ જન જીજકે ગામ, ભજી હરિ કર્યું નિજકામ ।।૧૦।।

દેવજાતિ છે ભક્ત ભાઇજી, વસે મૈયારીયે મોહ તજી ।

કણબી ભક્ત કહીએ રામદાસ, આણંદ ગોકળી વરસડે વાસ ।।૧૧।।

ક્ષત્રિભક્ત નાજોજી કરણ, હઠીભાઇ હરિને શરણ ।

કણબી દાજી દ્યાળ તાપીદાસ, એહાદિ જન ગળિયાણે વાસ ।।૧૨।।

કણબી ભક્ત નારાયણ નામ, ભજે હરિ ચિત્રવાડે ગામ ।

ક્ષત્રિ ગગો જેસંગ ભગત, દુધારીમાં ભજે ભગવંત ।।૧૩।।

ક્ષત્રિભક્ત રામોભાઇ કહીએ, નકિ ભક્ત રહે ગામ નભોએ ।

ભાટ હરિભાઇ હરિશરણ, કણબી ભક્ત રહે ખડે નારણ ।।૧૪।।

દ્વિજ ભક્ત કહીએ કાશીરામ, એહાદિ જન લિંબાશી ગામ ।

કણબી ભક્ત જેરામાદિ જન, વસે ગામ આડેવે પાવન ।।૧૫।।

ક્ષત્રિ ભક્ત કહીએ ભગવાન, વસે ગામ સાયલે નિદાન ।

ભક્ત સુતાર નારાયણ નામ, એહાદિ જન બામણગામ ।।૧૬।।

ભાટ ભક્ત જેઠોભાઇ જાણો, એહાદિ પરિયજે પ્રમાણો ।

ભક્ત ભાટ જગરૂપ જેઠો, લક્ષમણ લાભ લઇ બેઠો ।।૧૭।।

પટેલ ભક્ત બાપુ ગિરધર, એહાદિ સિંજીવાડે સુંદર ।

પટેલ ત્રિકમ ગોકળ લખોભાઇ, ભક્ત ગોપાળ ને ગલો નાઇ ।।૧૮।।

નાઇ ભક્ત રૂપાં ને જોઇતી, રહે સોજીતરામાં શુભમતિ ।

ભક્ત ભાટ છે એક જસુજી, રામદાસ ગુલાબ મુળજી ।।૧૯।।

પટેલ ભક્ત નારણદાસભાઇ, વસે ગામ તારાપુરમાંઇ ।

ભક્ત ગઢવી ગોકળદાસ, કણબી હરિદાસ પ્રભુપાસ ।।૨૦।।

વિઠ્ઠલજી ભાટ મોટભાઇ, ઠક્કર રણછોડ અમરો કેવાઇ ।

એહઆદિ બીજા બહુ જન, વસે ગામ મોરજે પાવન ।।૨૧।।

ક્ષત્રિ હરિભક્ત છે હઠીજી, ખોડોભાઇ કહીએ કલ્યાણજી ।

એહઆદિ બહુ જન લીજે, વસે ભક્ત એ ગામ બુધેજે ।।૨૨।।

કોળીભક્ત ઉંટવાળામાંઇ, જોયતા સુતા ઉમેદબાઇ ।

પટેલ ભક્ત કાળીદાસ દોય, પ્રભુદાસ ગામ નારે સોય ।।૨૩।।

ક્ષત્રિભક્ત ભગવાન નામ, અવલબાઇ રહે રોણજ ગામ ।

શેઠ વજા આદિ બહુ ભાઇ, વસે ગામ રામોલડીમાંઇ ।।૨૪।।

ભક્ત ભાટ બળિયો છે નામે, એહાદિ જન જલસિણ ગામે ।

ભક્ત લુવાર રામજી આદે, વસે જન હરિના જલોદે ।।૨૫।।

કોળી ભક્ત પ્રતાપ હમીર, રહે ગામ ખડોદીમાં ધીર ।

કણબી ભક્ત હરિભાઇ કહીએ, ધોરીભાઇ આદિ જન લહીએ ।।૨૬।।

ભજે ભગવાન ભાવ ભલે, બહુ જન વસી વડદલે ।

કણબી ભક્ત જેસંગભાઇ જાણો, ગામ રાસમાંહિ પરમાણો ।।૨૭।।

કોળી ભક્ત છે એક રાઇજી, વસે સૈજપુરે ભય તજી ।

કોળી દાજી રતનસિંઘ કહીએ, ચંદ્રસિંઘ રૂપસિંઘ લહીએ ।।૨૮।।

મોટાભાઇ બનેભાઇ દાદો, બાપુજી પુંજોજી ભક્ત આદો ।

ભાટ બળીયો કાળો લુવાર, બદલપુરે એ ભક્ત ઉદાર ।।૨૯।।

કોળી ભક્ત છે અજબસિંઘ, હેમસિંઘને હરિનો રંગ ।

ભક્ત જગો ઝાલો ભાવસિંઘ, જન ગલો દેવાણે અનઘ ।।૩૦।।

કોળી અવલો જીવણ જાણો, ગોરવે ભક્ત ઓઘો લુવાણો ।

કોળી ભક્ત છે ગંભીરસિંઘ, લાખાજીને વાલો સતસંગ ।।૩૧।।

ભક્ત ઉમેદસિંઘ વિરમ, હરિજન હમીર મોકમ ।

એહ આદિ હરિજન જેહ, વસે ગામ શેરડીમાં તેહ ।।૩૨।।

કણબી ભક્ત છે મનજી નામે, એહાદિ જન ઝિલોડ ગામે ।

એહઆદિ જન અગણિત, સવેર્ ને પ્રભુ પ્રકટશું પ્રીત ।૩૩।।

નરનારી એ પ્રકટ ઉપાસી, થયાં બ્રહ્મનગરનાં નિવાસી ।

એવાં જન અપરમપાર, ભજી હરિને તર્યાં સંસાર ।।૩૪।।

પૂર્વછાયો – બાળ જોબન વૃધ્ધને, વડો મન વિશ્વાસ ।

દેહ છુટે દુઃખિયા નહિ, છે બ્રહ્મમહોલમાં વાસ ।।૩૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે બારાદેશના હરિજનનાંનામ કહ્યાં એ નામે એકસો ને ત્રેવીશમું પ્રકરણમ્ ।।૧૨૩।।