૧૨૨. ચરોતર દેશના સત્સંગી બાઇભાઇનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:06pm

પૂર્વછાયો-

ચવું જન ચડોતરનાં, જેનાં ઉજજવળ અંતઃકરણ ।

તન મન ધન અર્પણ કરી, થયાં સ્વામી શ્રીજીને શરણ ।।૧।।

ભાવ ભક્તિ ઉરે અતિ, એકમનાં નર ને નાર ।

પુરૂષોત્તમ પ્રકટ ર્સ્પિશ, ઉતર્યા ભવપાર ।।૨।।

જેને એક હરિનો આશરો, તેહ વિના બીજું હરામ ।

એવા જન પાવનનાં, હવે લખું કાંયેક નામ ।।૩।।

ચોપાઇ-

વંદુ વરતાલનાં હરિજન, અતિ પવિત્ર પરમ પાવન ।

જીયાં હરિએ કરી બહુ લીલા, લઇ સંત સતસંગી ભેળા ।।૪।।

પટેલ ભક્ત મોટેરા બાપુજી, રણછોડે લીધા હરિ ભજી ।

બેચર દાજી ને જેસંગભાઇ, મુળજી ને રાયજી કહેવાઇ ।।૫।।

દો ભાઇજી દાદોભાઇ કહીએ, જોરો નરશી નરોત્તમ લહીએ ।

કાનદાસ ડુંગર ને દલો, શામળ હરિ ધોરી મીઠો ભલો ।।૬।।

લાલદાસ આદિ હરિજન, પટેલ વાલુ કંકુબા પાવન ।

દ્વિજ વનમાળી હરિદાસ, બા અવલને પ્રભુની આશ ।।૭।।

નકિ ભક્ત નારણગર બાવો, જેણે કર્યો કુળનો અભાવો ।

પ્રેમી ભક્ત પગી ધન્ય ધન્ય, જનમાં શિરોમણિ જોબન ।।૮।।

સુંદર ખોડો જુસોને વખતો, જગો ભવાન જખતો હમતો ।

ઉજમ અમરા આદિ કોળીભાઇ, જન એક રળિયાત બાઇ ।।૯।।

રઘો બેચર વાસણ ઠાર, બાઇ કંકુયે તજયો સંસાર ।

ઠકર ઉકા આદિ બહુ કહીએ, શૂદ્ર શવાદિ વરતાલે લહીએ ।।૧૦।।

કોળી ભક્ત તખો આસકરણ, જેઠો બાદર હરિને શરણ ।

ઝાલો જાલ્યમભક્ત ભાઇજી, જગ આશ આસજીયે તજી ।।૧૧।।

માનબા જીતબા હરિજન, નવલબા પ્રાણબા પાવન ।

એહઆદિ જન બહુ કહીએ, વસે ભક્ત એ બામણોલીયે ।।૧૨।।

જાંજુંબા લિબુંબા નાનીબાઇ, રહે પરે બામણોલીમાંઇ ।

પટેલ ભક્ત કુબેર મુળજી, જીજી બાજી પુંજો ને રામજી ।।૧૩।।

ધર્મદાસ ગોપાળ ગણીએ, બાઇ રળિયાત નાથી ભણીએ ।

ભક્ત ભાઇબા ધુનો ગઢવી, કંકુ મધુબાને ભક્તિ હવી ।।૧૪।।

દ્વિજ ભક્ત એક ઇચ્છારામ, એહાદિજન નરસંડે ગામ ।

પટેલ ભક્ત નરહરભાઇ, હરિજન છે બેચર નાઇ ।।૧૫।।

એહઆદિ બીજાં જન બહુ, વસે ગામ ઉતરસંડે સહુ ।

પટેલ ભક્ત કાળીદાસ નામ, ભજે હરિ અલંદરે ગામ ।।૧૬।।

દ્વિજ ભક્ત કહીએ તે ઇશ્વર, પ્રેમી જન વળી પીતાંબર ।

વેણી લક્ષ્મી લટકણબાઇ, પાટીદાર રૂડા અજુભાઇ ।।૧૭।।

ભાટ બળિયો જાલમ ધર્મદાસ, ભાવસંગનો મુમધે વાસ ।

ક્ષત્રિ ભક્ત છે રૂડા રામોજી, પટેલમાં ભક્ત દાસ ખોજી ।।૧૮।।

લાલદાસ ને ઇશ્વરદાસ, પ્રભુદાસ રઘે તજી કાશ ।

દ્વિજ ભક્ત બાપુભાઇ નામ, સદાશિવ ને નિરભેરામ ।।૧૯।।

રૂડો ભક્ત કહીએ રામો નાઇ, એહાદિ જન કણઝરીમાંઇ ।

કોળી ભક્ત વખતો વખાણું, વાલો દાજી હરિજન જાણું ।।૨૦।।

પટેલ ભક્ત છે થોભણદાસ, એહનો સામરખામાં વાસ ।

દ્વિજભક્ત દિનકર નામ, સદાશિવ ને લક્ષમીરામ ।।૨૧।।

દુર્લભરામ ને દેવશંકર, કણબી ભક્ત હરજી સુંદર ।

હરિજન એક દત્તબાઇ, એહ આદિ તે આણંદમાંઇ ।।૨૨।।

ભક્ત કાછિયો નામ વસન, વસે બાકરોલીએ હરિજન ।

પટેલ ભક્ત લાલદાસ લહીએ, જોરો રંગનાથ નામ કહીએ ।।૨૩।।

પ્રભુદાસ શંભુદાસ સોઇ, ઠાર ધનજી સમ નહિ કોઇ ।

એહઆદિ બીજાં બહુ જન, વસે ગામ ગાનામાં પાવન ।।૨૪।।

પટેલ ભક્ત રામદાસ જેહ, હરિજન પ્રભુદાસ તેહ ।

કોળી ભક્ત હેમતો ખુશાલો, હરિભક્ત જાણો વળી ઝાલો ।।૨૫।।

ભક્ત સુતાર છે પ્રભુદાસ, એહાદિ જનનો જોળે વાસ ।

પટેલ ભક્ત છે ગરીબદાસ, દાજી મનોહર રહે પાસ ।।૨૬।।

કોળી ભક્ત ઉકો ને ઉજમ, ઝુમો ભક્ત ભજે પરબ્રહ્મ ।

હરિજન દ્વિજ વજેરામ, રળિયાત રહે સંજાયે ગામ ।।૨૭।।

પટેલ ભક્ત ગોવિંદજી જાણો, ગોપાળજી ગણેશ પ્રમાણો ।

કોળી ઝુમો ભીખો ભગત ભલે, શૂદ્ર ખોજીદાસ આખડોલે ।।૨૮।।

કોળી ભક્ત થોભણ બેચર, વસે વલોટવે ભક્ત સુંદર ।

દ્વિજ દાજીની ભક્તિ છે ખરી, વસે બાંધણીયે ભજે હરિ ।।૨૯।।

પટેલ ભક્ત અજુજી સુંદર, ખુશાલ કાનજી મનોહર ।

જીજી જેસંગ ને પુંજો લહીએ, સોની પીતાંબર વેણી કહીએ ।।૩૦।।

ભક્ત માણ્યકબાઇ સુતાર, એહ ભક્ત મેળાવ્ય મોજાર ।

ભાટ ભક્ત નથુ લખો જોડ, ફુલો તકતો રામો રણછોડ ।।૩૧।।

પટેલ રઘો ગોકળ શિધર, ભક્ત ખતરી જીવો સુંદર ।

ભક્ત ભાટ એક જસબાઇ, એહઆદિ જન ચાંગામાંઇ ।।૩૨।।

પટેલ ભક્ત પ્રભુદાસ કહીએ, ઓધવ કાનદાસ આદિ લહીએ ।

વસે ગામ રોયણે એ જન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૩૩।।

દ્વિજ ભક્ત વાલોભાઇ નામ, ઇચ્છારામ દાદો મયારામ ।

ભક્ત ભવાની શંકર જાણો, રૂડા રામશંકર વખાણો ।।૩૪।।

રૂડાં બાઇ જમનાં જતન, એહ આદિ દ્વિજ હરિજન ।

પટેલ ભક્ત વાલોભાઇ કહીએ, જગો વજેસંગ તુલસી લહીએ ।।૩૫।।

ધોરી ખોડો જીજી ને હાંસજી, રણછોડ ગોકળ રાયજી ।

ઠક્કર કૃષ્ણ કાછિયો ભુખણ, શિવો ગઢવી ગાય હરિગુણ ।।૩૬।।

શા ઝવેર પ્રભુદાસ કડીયો, જેને સતસંગ જીવશું જડીયો ।

એહઆદિ બહુ બાઇ ભાઇ, વસે ભક્ત વસો ગામમાંઇ ।।૩૭।।

પટેલ ભક્ત છે રાયજી નામે, કાળીદાસ રહે પલાણે ગામે ।

પટેલ ભક્ત રૂડો રામદાસ, ધર્મદાસ ભજે અવિનાશ ।।૩૮।।

દ્વિજભક્ત મોટા માણ્યકજી, રઘવાણે લુહાર ભાઇજી ।

ભક્ત ભાવસાર પ્રેમચંદ, પીતાંબર લાલદાસાદિ વૃંદ ।।૩૯।।

મોટાં ભક્ત માનકુંવરબાઇ, ખરા હરિજન ખેડામાંઇ ।

સોની ભક્ત છે ગિરધર નામ, માતરે દ્વિજ ઉત્તમરામ ।।૪૦।।

પટેલ ભક્ત વાસણ ધર્મદાસ, હરિભાઇને હરિની આશ ।

દ્વિજ ભક્ત છે અનુપરામ, એહ જન અલિંદરે ગામ ।।૪૧।।

પટેલ ભક્ત જીવણદાસ જેહ, વસે ગામ હિરંજમાં તેહ ।

ક્ષત્રિભક્ત છે ભીમજી નામ, વાસણજી વસે દેવગામ ।।૪૨।।

દ્વિજ ભવાનીશંકર નામ, પ્રભાશંકર કેશવરામ ।

તુલજારામ દયારામ દાજી, જન ખુશાલાદિ મન રાજી ।।૪૩।।

હરિજન હેતબાઇ જીજી, કોળી ભક્ત છે નામ બોનજી ।

પટેલ ભક્ત કહીએ લાલોજી, જીભાઇ વ્રજભાઇ નાથજી ।।૪૪।।

ગિરધર બેચર છે નામ, સુતાર કલ્યાણ ગંગારામ ।

સોની ગોપાળ આદિ હરિજન, વસે પિપળાવ્યમાં પાવન ।।૪૫।।

પટેલ ભક્ત રાયજી કાવે, એકલો જન રહે ઇસણાવે ।

પટેલ ભક્ત ગોવિંદજી નામ, દ્વિજ પુરૂષોત્તમ ઉત્તમરામ ।।૪૬।।

હરિજન દ્વિજ હર્ખબાઇ, પ્રેમીજન એ પાળજમાંઇ ।

રૂડો ભક્ત છે રહીમ શેખ, ભક્ત સુતાર અમથો એક ।।૪૭।।

વૈશ્ય વલ્લભ જીવો લુવાર, ખરો ભક્ત ખતરી મોરાર ।

બહુ હરિજન એહ આદ્યે, વસે ભક્ત પ્રેમી પેટલાદે ।।૪૮।।

પટેલ ભક્ત રૂગનાથ કહીએ, કાળીદાસ ને કુબેર લહીએ ।

એહઆદિ ભક્ત બાઇ ભાઇ, વસે ગામ સુંદરણામાંઇ ।।૪૯।।

પટેલ ભક્ત કાશીદાસ સારો, રામદાસ પ્રભુજીને પ્યારો ।

વેરીભાઇ કાછિયો કહેવાય, એહ જન બોચાસણ માંય ।।૫૦।।

પટેલ પ્રભુદાસ નિરમળ, ભક્ત રામદાસ અવિચળ ।

હાથી ઉત્તમ ને કાળીદાસ, એહ જનનો વેરામાં વાસ ।।૫૧।।

પટેલ મુળજી થોભણ ભણીએ, નરસી હરિ વેણીદાસ ગણીએ ।

દેવબાઇને ભાવ છે ભલો, કોળી રંગબાઇ ભાઇ ગલો ।।૫૨।।

રાઠોડ એક ભક્ત રાજબાઇ, એહઆદિ વસે દદરડામાંઇ ।

પટેલ ભક્ત લાલદાસભાઇ, જાદવ વળી વિઠલનાઇ ।।૫૩।।

કોળી ભક્ત તે હિમતો કહીએ, એહઆદિ બોરસદે લહીએ ।

પટેલ ભક્ત જેઠોભાઇ જાણો, ખોડો ગુમાન કોળી પ્રમાણો ।।૫૪।।

એહઆદિ છે જન અવલ, દાસ સ્વામીના વસે દાવલ ।

પટેલ ભક્ત છે બેચરદાસ, એહ દાસનો બોદાલે વાસ ।।૫૫।।

ભક્ત પટેલ નામ બાપુજી, રહે જોશીકુવે કુસંગ તજી ।

દ્વિજભક્ત નારણજી જેરામ, જન જીવી ઉકલાવ્ય ગામ ।।૫૬।।

પટેલ ભક્ત છે બાપુજી સારો, વસે વાસદે પ્રભુને પ્યારો ।

ભક્ત સુતાર દ્યાળજી કહીએ, મીઠો ભગવાન ભક્ત લહીએ ।।૫૭।।

કોળીભક્ત દાદોભાઇ જાણો, હરિભાઇ ભગુજી પ્રમાણો ।

હરિજન કહીએ જોરોભાઇ, એહાદિ જન ચમારામાંઇ ।।૫૮।।

પટેલ ભક્ત રણછોડદાસ, બાપુજીયે તજી જગઆશ ।

વેરીદાસ પ્રાગદાસ દલો, હરિ ડુંગર વસતો ભલો ।।૫૯।।

દ્વિજ ભક્ત ખોડો કુશલરામ, ભજયા બેચરે સુંદર શ્યામ ।

ભક્ત ભાટ કેશર નિદાન, રૂગનાથ મોટભા ગુમાન ।।૬૦।।

ભક્ત લુવાર છે વણારશી, જેને હૈયે રહ્યા હરિ વસી ।

કોળી ભક્ત જગન્નાથ ધીર, ભક્ત ભગવાનદાસ હમીર ।।૬૧।।

હરિજન છે બાઇ ખુશાલી, જેને ભક્તિ હરિની છે વાલી ।

એહઆદિ બીજા બાઇ ભાઇ, વસે ભક્ત બામણગામ માંઇ ।।૬૨।।

પૂર્વછાયો-

અપરિમાણનું પરમાણ નહિ, અકળ કળે નહિ કોય ।

એમ હરિજન આજનાં, નાવે સંખ્યામાં સોય ।।૬૩।।

કહિ કહિ કહીએ કેટલાં, છે આજ અલેખે વાત ।

કવિની પહોચ્ય ક્યાં લગી, ભરવી આભશું બાથ ।।૬૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યેચડોતરદેશનાહરિજનનાંનામકહ્યાં એનામે એકસોને બાવીશમું પ્રકરણમ્ ।।૧૨૨।।