૧૧૭. સૌભીર દશે ના સત્સંગી બાઇભાઇનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:00pm

પૂર્વછાયો-

સુંદર ભક્ત સૌભીરદેશે, જેનાં અતિ મન ઉદાર ।

તન મન ધન તુચ્છ કરી, હરિ ભજી ઉતર્યા ભવ પાર ।।૧।।

એવા જન ઉત્તમનાં, સુણો નામ સર્વે કાન ।

લાલચ્ય લાગી લખવા, જેને મળ્યા છે ભગવાન ।।૨।।

ચોપાઇ-

રૂડા ભક્ત રહે વઢવાણ, ભક્ત બેચર દ્વિજ સુજાણ ।

દેવકૃષ્ણ લાધો અંબારામ, દ્વિજભક્ત અમૃત અકામ ।।૩।।

પુંજો વસતો ભક્ત સુતાર, ખોડો ગુલાબ કણબી ઉદાર ।

ક્ષત્રિ ફઇબા ને કલબાઇ, લખુ વણિક વઢવાણમાંઇ ।।૪।।

દ્વિજભક્ત છે ગોવિંદરામ, ઓઝો પાંચો રહે વાઘેલે ગામ ।

હરિજન કોળી હાજો કહીએ, ભક્ત નળિયા ગામમાં લહીએ ।।૫।।

ભક્ત ભદ્રેશ્વરિયે સ્વછંદ, શેઠ અમીચંદ સુરચંદ ।

વૈશ્ય સુંદરજી અવિચળ, મોટા ભક્ત મન નિરમળ ।।૬।।

સારા ભક્ત રહે સિથેગામ, દ્વિજ બેચર માલજી નામ ।

શા ગણેશ આણંદ ભાવસાર, એહાદિ જન સિથા મોઝાર ।।૭।।

કણબી વણારશી પીતાંબર, સારા સતસંગી એ સુંદર ।

દ્વિજ જેરામ ને લાધીબાઇ, જન રહે દેવચરાડીમાંઇ ।।૮।।

રૂડા ભક્ત લખતરે લખો, દ્વિજ ભવાની વૈશ્ય હરખો ।

ખરા ભક્ત છે ખેરવે ગામ, કણબી ગણેશ નરશી નામ ।।૯।।

કણબી અજુર્ ન દ્વિજ ભીમજી, ક્ષત્રિ જેઠે લીધા હરિ ભજી ।

એહાદિ જન રહે બાપોદરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે ।।૧૦।।

અલંદરે દ્વિજ જેઠો નામ, ક્ષત્રિ બપો ભક્ત બાલાગામ ।

કણબી ભક્ત જીવો વશરામ, ગાંગો ખીમો ને બેચર નામ ।।૧૧।।

દ્વિજ ભક્ત ભવાન ભાળિયે, એહ આદિ જન અંકેવાળિયે ।

કણબી ગણેશ લાધો કહેવાય, સારા ભક્ત એ સરવાલ્યમાંય ।।૧૨।।

મોટા ભક્ત છે મેથાણ ગામ, દ્વિજભક્ત છે ગોવિંદરામ ।

ભગવાન જાદવજી ભાણો, દેવરામ જીવરામ જાણો ।।૧૩।।

ક્ષત્રિ પુંજોજી ને કાકોભાઇ, રૂડાં હરિજન જીજીબાઇ ।

હલુ માલો ક્ષત્રિ હરિજન, હવે કહું કણબી પાવન ।।૧૪।।

જીવો કૃષ્ણ ને પ્રાગો પંચાણ, ગોવો હિરો માવો ભલો જાણ્ય ।

નાથો વેલો કેશવજી ભાણો, હરિભક્ત કોળી એક રાણો ।।૧૫।।

એહાદિ જન મેથાણમાંઇ, ભરાડામાં મુક્ત મોતીબાઇ ।

હરિભક્ત દ્વિજ વજેરામ, તેહ લખિયે લુવાણે ગામ ।।૧૬।।

દ્વિજ માધો ને ત્રિકમ સઇ, ભજે હરિ દુદાપર રઇ ।

દ્વિજ રાઘવજી માધો જાણ, પીતાંબર કેશવજી કલ્યાણ ।।૧૭।।

ભક્ત બ્રાહ્મણ અવલબાઇ, શા રાઘવજી ધ્રાંગધરામાંઇ ।

ગણેશ ને રવજી પટેલ, ભક્ત અંકેવાળિયે વસેલ ।।૧૮।।

કણબી ભક્ત બે દેવા રતના, પાંડરવે ભક્ત એ પ્રભુના ।

કણબી માલો પીતાંબર કહીએ, ધન્ય ભક્ત ધોલીગામે લહીએ ।।૧૯।।

દ્વિજ ભક્ત શિવો નથુનામ, જાદુ કુબેર નાથજીરામ ।

પખો કૃષ્ણ મકનજી કહીએ, એહાદી ભક્ત બ્રાહ્મણ લહીએ ।।૨૦।।

સોની ભક્ત નાગર કુબેર, અમરશીયે કર્યો જગ ઝેર ।

એહાદિ જન બીજા અપાર, વસે હળવદ ગામ મોઝાર ।।૨૧।।

ક્ષત્રિ હરિજન હઠિભાઇ, રૂડાં જન એક રતુબાઇ ।

શા વેલજી ભગત સુંદર, કણબી ગણેશ નાન ઠકર ।।૨૨।।

સોની ભક્ત ઠાકરશી નામ, એહાદિ જન દેવળીયે ગામ ।

ભક્ત કણબી ગોવિંદભાઇ, જન રહે એ જેતપરમાંઇ ।।૨૩।।

રૂડાં ભક્ત રામબાઇ નામ, સતસંગીએ સનાળે ગામ ।

રંગપુરે દ્વિજ સુંદરજી, લીધા ભગવાને હરિ ભજી ।।૨૪।।

વેલો વાલો કણબી કહેવાય, ખરા ભક્ત ખાખરેચીમાંય ।

નકિ ભક્ત દ્વિજ નંદરામ, જન વસે વેજલકે ગામ ।।૨૫।।

ભક્ત કણબી કાનો કહેવાય, તેહ રહે ફાગશિયામાંય ।

બેલા ગામમાં દ્વિજ મહાદેવ, જેને હરિ ભજયાની છે ટેવ ।।૨૬।।

એક હરિજન ધનુબાઇ, ક્ષત્રિ ભક્ત એ મોરબીમાંઇ ।

દ્વિજ જીવરામ ને હરજી, પુરૂષોત્તમ ને મકનજી ।।૨૭।।

સોની સવજી પીતાંબર નામ, વસે ભક્ત વાંકાનેર ગામ ।

રૂડો ભગત બેચર સુતાર, વસે ઢોલમાં ભજે મોરાર ।।૨૮।।

દ્વિજ હરદેવ હરિશર્ણ, વસે ભક્ત એહ બાલાશર્ણ ।

દ્વિજ કુબેર લખમણ ઠાર, મોટા ભક્ત એ દલડી મોઝાર ।।૨૯।।

ચોરવિરમાં નાજો ખાચર, ભજયા હરિ ને તજયું અવર ।

થાન ગામમાં વિપ્ર વૈકુંઠ, સોની કમે કર્યો જગ જુઠ ।।૩૦।।

ભક્ત ખાચર સતસંગી સુરો, વસે મેસરીયે જન પૂરો ।

એક ખાચર ઉનડ કહીએ, હરિભક્ત એ વસે ઓરીએ ।।૩૧।।

હરિજન હિરો વશરામ, જન કણબી ગોસલ ગામ ।

ક્ષત્રિ મોટીબા લાધો સુતાર, સારા ભક્ત સાયલા મોઝાર ।।૩૨।।

રામકૃષ્ણ જેકૃષ્ણ નથુજી, એહ દ્વિજ સુતાર માવજી ।

ક્ષત્રિ ભક્ત એક ફુલીબાઇ, એહ આદિ જન મુળીમાંઇ ।।૩૩।।

સારો ભક્ત છે ઓઘો સુતાર, હરિજન હરજી લુવાર ।

મોટો ભક્ત કુંભાર માદેવ, રહે ટિકયેર્ભજે વાસુદેવ ।।૩૪।।

રાઘવજી ધનજી ગોપાળ, એહ ભક્ત બ્રાહ્મણ દયાળ ।

એક ક્ષત્રિ જુઠો જન નામ, એહ દાસ દિગસર ગામ ।।૩૫।।

કણબી પ્રેમજી જીવો લુવાર, ભક્ત રહે દાણાવાડા મોઝાર ।

જેને પ્રકટ મળ્યા પરમાનંદ, તેતો જન થયા જગવંદ ।।૩૬।।

શા મુળજી મંગળજી કહીએ, રૂડો ભક્ત સારવજી લહીએ ।

એક ભક્ત વ્યાધ સગરામ, એહાદિ જન લિંબલિ ગામ ।।૩૭।।

રઘુજી સંઘજી દ્વિજ જાતિ, મલો જેશો હિરો વૈશ્ય નાતિ ।

ભક્ત શેઠ માનસિંઘ નામ, એહ જન જસાપર ગામ ।।૩૮।।

શેઠ દિપો ને ખત્રિ ગણેશ, મેઘો સઇ હરિ ભજે હમેશ ।

ભક્ત અવલ આંબો વિપર, એહ આદિ જન રહે ચાણપર ।।૩૯।।

તેજો દલો રૂડો રયો જાણો, સગો મેઘો નાડોદા પ્રમાણો ।

ઠાર જીવો આદિ બીજા જન, રહે રામપુરે એ પાવન ।।૪૦।।

ખરાભક્ત ખોલડિયાદ ગામ, જન સુતાર હંસરાજ નામ ।

ક્ષત્રિ ખેંગાર રામો હમીર, મુળો માંડણ રૂડો સુધિર ।।૪૧।।

દલો કલો નારાયણ કહીએ, ધનો રાજો સંઘો વીરો લહીએ ।

જીવો ગોકળી દ્વિજ નંદરામ, એહ ભક્ત ખોલડિયાદ ગામ ।।૪૨।।

દેવ જાતિ ભગત પંચાણ, કણબી માવજી ભક્ત પ્રમાણ ।

રાઠો માવો ગોકળે હમીર, ગુંદિયાળે એક ભક્ત સુધિર ।।૪૩।।

દ્વિજ દેવરામ ને વાઘજી, ભક્ત ગોપાળજી ને મેઘજી ।

ભક્ત ખતરી છે જેઠો નામે, એહાદિ જન વસતડી ગામે ।।૪૪।।

ક્ષત્રિ ભક્ત રતનજી નામ, રામો માવો લાલિયાદ ગામ ।

વડોદમાં દ્વિજ પીતાંબર, નાથો પ્રાગો છે સઇ સુંદર ।।૪૫।।

ભક્ત વિષ્ણુ દાસ છે વૈરાગી, રહે કારિયાણી કુસંગ ત્યાગી ।

ક્ષત્રિ ભક્ત નારાયણ નામ, ભજે પ્રભુ રહી ટુવે ગામ ।।૪૬।।

ટિંબે ભક્ત ક્ષત્રિ રહે અજો, રામો મુળો વસતો ને ભોજો ।

ખારવે ભક્ત કણબી કૃષ્ણ, ધનો ભગો લાલો લખો પ્રષ્ણ ।।૪૭।।

મેમકે ભક્ત કણબી લાલો, જેઠો લાધો રણછોડ માલો ।

રાજો રતનો આંબો સતવારા, ક્ષત્રિ ફલજી આદિ ભક્ત સારા ।।૪૮।।

રૂડા ભક્ત રહે લિંબડી ગામ, દ્વિજ નિરભેરામ નંદરામ ।

દ્વિજ મુળજી ભક્ત ભૂધર, દ્વિજ ભક્ત કહીેએ કામેશ્વર ।।૪૯।।

સોની રણછોડ જીવણ કાનો, કિકો લવજી કૃષ્ણજી માનો ।

શેઠ વીરજી આદિ અપાર, ભક્ત વસે લિંબડી મોઝાર ।।૫૦।।

દ્વિજ ભગવાન અંબારામ, ક્ષત્રિ ગોદળજી ચુડેગામ ।

ક્ષત્રિ ભક્ત ગોપાળજી ગણીએ, ભક્ત શેઠ પદમશી ભણીએ ।।૫૧।।

દ્વિજ ભક્ત એક દેવરામ, એહ જન નાગનેશ ગામ ।

ક્ષત્રિ બાપુજી ડુંગરજી નામ, ભક્ત ભોજોજી રહે ભલ ગામ ।।૫૨।।

દ્વિજ મુળજી જગજીવન, અંકેવાળિયે એ હરિજન ।

દ્વિજભક્ત કૃષ્ણજી કહેવાય, શા ખુશાલ મોજીદડમાંય ।।૫૩।।

ક્ષત્રિ ભક્ત કાયોજી જેઠીજી, ભેંશજાળે રહે ભક્ત સજોજી ।

ભક્ત એક સુખરામ વિપર, ક્ષત્રિ મનુભાઇ મિણાપર ।।૫૪।।

કણબી ભક્ત ધનજી છે નામ, એહાદિ જન સાહુકે ગામ ।

સોની કસલો ગામ સમલે, ભજે ભગવાન મન ભલે ।।૫૫।।

ક્ષત્રિભક્ત છે ભગવાન ભાઇ, એહાદિ જન ત્રાડિયામાંઇ ।

દ્વિજ પ્રેમબાઇ લાધો ઠાર, એહ ભક્ત ભોઇકા મોઝાર ।।૫૬।।

દ્વિજ ભાણજી કસલો કહીએ, એહ ભક્ત પાણાસિણે લહીએ ।

ભક્ત લાધો સુંદર સતવારો, રહે રળોલ્યે સતસંગી સારો ।।૫૭।।

ભોજો કોળી ને ધનો કુંભાર, એહ ભક્ત બાવળી મોજાર ।

હરિજન નાગજી શંકર, વસે જાંબુ ગામમાં વિપર ।।૫૮।।

ક્ષત્રિભક્ત વીરો રાજોભાઇ, એહ રહે લક્ષ્મીસર માંઇ ।

દ્વિજ શિવરામ વિઠલજી, કણબી મેઘો ને ક્ષત્રિ હમજી ।।૫૯।।

ભક્ત શેઠ ભીમો મોતિ નામ, એહાદિ જન શિયાણી ગામ ।

જેઠીજી અદોજી અખોભાઇ, પુંજો ભીમજી ભક્ત કહેવાઇ ।।૬૦।।

ભારાજી આદિ ક્ષત્રિ ભણજે, કેશુબા હરિજન ગણિજે ।

કલો ભગો જીવો વીરો નામ, કોળી ભક્ત એ રહે તાવી ગામ ।।૬૧।।

જેજે લખ્યો મેં ભક્ત સમાજ, તેને પ્રકટ મળ્યા છે મહારાજ ।

કેશુબા ક્ષત્રિ જાલ્યમસિંગે, ભજયા હરિ અનુબાયે ઉમંગે ।।૬૨।।

દ્વિજભક્ત પ્રાગજી રામજી, બાઇ વાલુ ને શેઠ દામજી ।

એહ આદિ તે ભક્ત છે કઇ, ભજે હરિ દેવળીયે રઇ ।।૬૩।।

દ્વિજ ઇશ્વર લખમીરામ, ભક્ત ગાંગજી ભરવાડે ગામ ।

ક્ષત્રિ ફુલજી ખેતોજી જાણ, ભક્ત શેઠ પ્રેમજી પ્રમાણ ।।૬૪।।

દ્વિજ મુળજી ને નાનબાઇ, એહ ભક્ત ત્રમણિયામાંઇ ।

કણબી ભક્ત કલ્યાણજી નામે, એહ ભક્ત કહીએ કડુ ગામે ।।૬૫।।

દેવરાજ ભગો મેઘોભાઇ, ભક્ત રૂપો એક રયાંબાઇ ।

એહાદિ જન કણબી કહીએ, ભક્ત ભાવિક કારેલે લહીએ ।।૬૬।।

ભક્ત વણામાં ચારણ માવ, ભજે હરિ કરી મન ભાવ ।

દ્વિજ ભક્ત કુબેરજી નામે, ભજે હરિ જેગડવે ગામે ।।૬૭।।

દ્વિજ ડોસો વ્રત પંચ પાળે, ભજે પ્રભુ વસે ગામ ગાલે ।

કણબી ભક્ત કહીએ નામ હરિ, ભલી ભક્તિ થલે રહી કરિ ।।૬૮।।

ગાંગો ગોવો જેઠો જન જેસો, વણારશી કહીએ ભક્ત કેશો ।

કણબી ભક્ત કહીએ કેશરબાઇ, ઓઝો કૃષ્ણ રહે રામગ્રીમાંઇ ।।૬૯।।

આણંદ ઉમેદ ચારણ સહિ, ભજે હરિ હેબતપર રહી ।

વાસવે વિપ્ર ગલાલબાઇ, જેને પ્રભુશું સાચી સગાઇ ।।૭૦।।

ભક્ત લુવાણા રણછોડ કૃષ્ણ, શામજીને શ્રીહરિનું દ્રષ્ણ ।

ભક્ત કણબી ધનજી નામે, ભજે પ્રભુ વસે વાંટુગામે ।।૭૧।।

એહ આદિ ભક્ત છે અપાર, ન થાય નામનો નિરધાર ।

કહિ કહિ કહીએ ક્યાં સુધી, અપાર પાર ન લિયે બુધ્ધિ ।।૭૨।।

પૂર્વછાયો-

કોટિ કવિ કથી ગયા, વળી કથશે કોટાનકોટ્ય ।

તોય હરિભક્તનાં નામની, નહિ આવે ખોટ્ય ।।૭૩।।

પ્રકટ પુરૂષોત્તમ જીયાં, તિયાં ઓધરે જન અપાર ।

દર્શ સ્પર્શ પ્રભુતણે, પામે પરમપદ નરનાર ।।૭૪।।

પશુ પક્ષી વૃક્ષ વેલી, સ્થાવર જંગમ જીવ ।

જેને સ્પરશ પરબ્રહ્મનો, તે થાય સદ્ય વળી શિવ ।।૭૫।।

એવા જીવ જયાં ઉધ્ધરે, તિયાં નિરસંદેહ નરતનનું ।

કોણ કરે પ્રમાણ કવિ, એક જીભે એહ જનનું ।।૭૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સૌભીરદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને સત્તરમું પ્રકરણમ્ ।।૧૧૭।।