૧૧૩. સોરઠ દેશના સત્સંગી બાઇભાઇનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:54pm

ચોપાઇ-

હવે કહું હરિભક્તનાં નામ, જેને મળ્યા છે સુંદરશ્યામ ।

અતિ પવિત્ર ઉત્તમ એહ, જેને શ્રીહરિ સાથે સનેહ ।। ૧ ।।

લેતાં નામ આવે છે આનંદ, જેને સ્વામી મળ્યા સુખકંદ ।

તેનાં નામ સાંભળે જે જન, થાય કુળે સહિત પાવન ।। ૨ ।।

સોરઠ દેશના સતસંગી જેહ, કહું પ્રથમ પ્રકાશી તેહ ।

દેશ પવિત્ર પવિત્રજન,જેનાંહરિપરાયણ મન ।। ૩ ।।

બાળ જોબન વૃધ્ધ સમિષ્ઠ, સરવે જન સમાધિનિષ્ઠ ।

ભાવિ ભક્ત વાલો જેતબાઇ, જીયાં ભક્ત થયા ભીમભાઇ ।। ૪ ।।

તે તો મોટા મુક્ત મહામતિ, સદા સુખિયા અંતરે અતિ ।

જેની કહ્યામાં નાવે મોટાઇ, એવા ભક્ત કહીએ ભીમભાઇ ।। ૫ ।।

પુણ્ય પવિત્ર પર્વતભાઇ, જેની અખંડવૃત્તિ હરિમાંઇ ।

સ્થિતિ પિંડ બ્રહ્માંડ પાર, નાવે જોયે જગત લગાર ।। ૬ ।।

અક્ષરરૂપ મોટ્યપ તે તણી, વૈશ્ય ભક્તમાંહિ શિરોમણિ ।

એક ભક્ત રાજોભાઇ ધીર, વચનરૂપ અનુપ આહીર ।। ૭ ।।

નકી ભક્ત છે નાગજી નામ, ખીમજી શવજી ને જેરામ ।

રાજા આંબા મુળજી કલ્યાણ, એક નામે બે ભક્ત પ્રમાણ ।। ૮ ।।

નૃસિંહ નાથો રાઘવ કુરજી, માવો મેઘો ને ભક્ત કાનજી ।

કહીએ કેશવ વસતો વળી, શામજી જીવો અરજુન મળી ।। ૯ ।।

રૂડાં ગાંગુ મધુ રાધાબાઇ, હરિ ભજે તેજુની ભલાઇ ।

એહ આદિ કણબી કહેવાય, વસે મુક્ત માણાવદ્રમાંય ।।૧૦।।

દ્વિજભક્ત મુક્ત મયારામ, ભ્રાત ભક્ત ગોવિંદરામ નામ ।

દ્વિજ જીવન મેઘનભાઇ, જાદવ રૂગનાથ કેવાઇ ।।૧૧।।

વળી અંબાવી જેઠો જેરામ, ભજે દ્વિજ નારાયણ નામ ।

ભક્ત ભાણો શેઠ મીઠીબાઇ, દાસ દેવોકુંભાર કેવાઇ ।।૧૨।।

જમો આળશી જાતિ યવન, ભક્ત હરિના થયા પાવન ।

એહ આદિ જે ભક્ત અકામ, થયા મુક્ત માણાવદ્ર ગામ ।।૧૩।।

ભક્ત વાળંદ માવજી ભલો, વસે ગામ સમેધે એકલો ।

ભક્ત એક છે જાદવભાઇ, વસે ગામ ઇશ્વરિયામાંઇ ।।૧૪।।

ભક્ત કૃષ્ણ ક્ષત્રિ કુતિંયાણે, ભાટ મનોહર સહુ જાણે ।

દેવડે દાસ પુંજો પટેલ, બાલવે દ્વિજ મુળો વસેલ ।।૧૫।।

ભક્ત ભાવિક એક ઉદાર, નામ ભગવાનજી સુતાર ।

તેનો તન રતનજીભાઇ, વૃધ્ધ ભક્ત નામ જાનબાઇ ।।૧૬।।

પ્રેમીશા પુરૂષોત્તમ નામ, એહાદિ રહે પોરબંદર ગામ ।

ભક્ત વજસી અજો કુંભાર, વસે ગામ વેલ મોઝાર ।।૧૭।।

મસરી હીરો વીરો કુંભાર, કચરો બાઇ મુળી ઉદાર ।

ભક્ત શેઠ આણંદજી નામ, એહાદિ ભક્ત રહે બાલાગામ ।।૧૮।।

ધન્ય પવિત્ર ગામ પંચાળું, જીયાં હરિજન છે દયાળુ ।

ક્ષત્રિકુળ આભૂષણ અતિ, ભક્ત એકાંતિક મહામતિ ।।૧૯।।

હેમંતસિંઘ ને અનૂપસિંઘ, ભક્ત ભૂષણ અતિ અનઘ ।

ભૂપતસિંઘ નવલસિંઘ કહીએ, બાદ્ર નાથોજી મેરજી લહીએ ।।૨૦।।

બાઇ ગંગામા તે નિરમળ, હરિભક્ત જેવાં ગંગાજળ ।

અદિબા મોટીબા નાનીબાઇ, મોટાં મુક્ત ક્ષત્રિકુળમાંઇ ।।૨૧।।

જેણે પ્રભુ પધરાવી ઘેર, કરી સંત સેવા રૂડીપેર ।

બીજા ભક્ત પાસે વસે બહુ, કહું નામ તેનાં સુણો સહુ ।।૨૨।।

દ્વિજ લાડકી ને રૂકમાઇ, જેની કહી ન જાય મોટાઇ ।

ઓઝો રાઘવ ગોપાળદાસ, ભજી હરિ તજી જગઆશ ।।૨૩।।

ઠક્કર ઉકો મકન જેરામ, એહઆદિ તે પંચાળે ગામ ।

ભક્ત હમીર ખોડો કુંભાર, બાઇ કાનુ સુત્રેજ મોઝાર ।।૨૪।।

જન શાદુર્ લ ભોજો હજામ, ભક્ત ખોડો ભાથરોટ ગામ ।

ભક્ત તેજો જન દેવુબાઇ, રહે લુહાર ખમિદાણા માંઇ ।।૨૫।।

ભક્ત શા ખિમજી દેવો નામ, ક્ષત્રિ કરણજી સગરામ ।

ભક્ત કાનો જુઠો હિરૂંબાઇ, વસે વાળંદ એ લોજમાંઇ ।।૨૬।।

મોટા મુક્ત માંગરોળ ગામ, કહું તેનાં સાંભળજયો નામ ।

ભક્ત વણિક કેવળરામ, જન માવજી વાસણ નામ ।।૨૭।।

ભક્ત રામચંદ્ર દેવકર્ણ, નથુ મુળચંદ હરિશર્ણ ।

સુરચંદ હીરજી અખઇ, દામોદર ગોવર્ધનભાઇ ।।૨૮।।

હર કુંવર જાનું માનું મિઠી, નાની અમૃત ને બાઇ જુઠી ।

મુક્ત મેઘજી ભુરજીભાઇ, રતનજી બીજાં નાનબાઇ ।।૨૯।।

એહઆદિ તે વણિકમાંય, સર્વે સમાધિનિષ્ઠ કહેવાય ।

ક્ષત્રિભક્ત છે મનછારામ, રૂપસિંઘ ઉમેદસિંઘ નામ ।।૩૦।।

ગુલાબસિંઘ આદિ જે ભાઇ, જન એક રાજકુંવર બાઇ ।

વૈશ્ય ભક્ત વખાણવા જેવા, આણંદજી મનજી છે એવા ।।૩૧।।

ભક્ત માલી મોનજી ગોવિંદ, કહું વાંઝાભક્તનું તે વૃંદ ।

ભક્ત ધનજી નાગજી નામ, ત્રિકમ ગોકળ માધો અકામ ।।૩૨।।

આણંદજી આદિ દઇ ભાઇ, એક ભક્ત રૂડાં ભાણીબાઇ ।

એહ આદિ બીજાં બહુ ભક્ત, વસે માંગરોળ્યમાં એ મુક્ત ।।૩૩।।

લાંગોદરે લાખો કાનુબાઇ, મોટા ભક્ત એ સગરમાંઇ ।

ભક્ત વૈશ્ય વસે કાલવાણી, કહું નામ તેનાં હું વખાણી ।।૩૪।।

શેઠ ઘેલો જેઠો જીવરાજ, ભક્ત ખોડે કયુર્ં નિજકાજ ।

જન વૈશ્ય મોટાં મીઠીબાઇ, ભક્ત સગર જીવો ભગોભાઇ ।।૩૫।।

દ્વિજ લખા આદિ જન જેહ, કહીએ કાલવાણી માંહિ તેહ ।

મોટા ભક્ત છે માળિયામાંઇ, ઠક્કર ધનજી નાનજીભાઇ ।।૩૬।।

અમરશી કમળશી કેશવ, ભક્ત રામજી રણછોડ દેવ ।

મુળજી આદિ લખ્યા લુવાણા, ભક્ત પ્રકટ પ્રભુના કહેવાણા ।।૩૭।।

દ્વિજ અજુર્ ન મુળજી જાણો, સોની ભક્ત નથુ પરમાણો ।

ભક્ત રતનો ગોવિંદ ભાણો, જન કણબી માળિયે જાણો ।।૩૮।।

સતસંગી લુહાર શવજી, વસે ભંડુરિયે ભય તજી ।

ભક્ત અનુપ અજાવ્ય ગામે, શેઠ નાયો ને ભાણજી નામે ।।૩૯।।

કરમણ જેઠો વશરામ, ભક્ત કણબી અજાવ્ય ગામ ।

ભક્ત રૂડા રહે અગત્રાઇ, ભજાવી ગયા પર્વતભાઇ ।।૪૦।।

હીરો હદો આંબો વશરામ, જીવો પુંજો મુળજી બે નામ ।

મેઘો માવજી લખમણ લહીએ, હિરો હંસરાજ કૃષ્ણ કહીએ ।।૪૧।।

રૂડાં રૂડી હિરૂ સેજુબાઇ, કહીએ કણબી ભક્ત અગત્રાઇ ।

ભક્ત શેઠ ઉધ્ધવજી નામ, પાળે વ્રત પાડોદર ગામ ।।૪૨।।

ભક્ત વસે મુલિયાસે ગામ, જુના ભક્ત જેઠોમેર નામ ।

સુત હાજો નોંધો હિરીબાઇ, રાજી ભજે હરિને ભલાઇ ।।૪૩।।

દ્વિજભક્ત મુક્ત આખામાંઇ, નારાયણજી નરસિંહભાઇ ।

કુરજી રામજી ઇંદરજી, હરિભજયા મુળે મોહ તજી ।।૪૪।।

હરિજન જીવી મિઠી બાઇ, લાડુ વેલુની ધન્ય કમાઇ ।

એહઆદિ ભક્ત બાઇ ભાઇ, ભજે હરિ આખા ગામમાંઇ ।।૪૫।।

પુણ્ય પવિત્ર છે પિપલાણું, તેની શોભા હું શિય વખાણું ।

રામાનંદ સહજાનંદ સ્વામી, જીયાં મળ્યાતા બે બહુનામી ।।૪૬।।

તિયાં ભક્ત વસે નિષ્કામ,દ્વિજ મેતો નરસિંહ નામ ।

સુત કલ્યાણજી વાલજી કહીએ, રૂગનાથ નારાયણજી લહીએ ।।૪૭।।

દ્વિજ લાછુ ને બાઇ કુંવર, સોની રાઘવ ઉગો આયર ।

નાઘોરી ફતો કણબી રામ, એહ ભક્ત પિપલાણે ગામ ।।૪૮।।

નકી ભક્ત છે નાવડે ગામ, દ્વિજ માવજી ને સોની રામ ।

ભક્ત વણિક ઝવેરબાઇ, સઇ જીવો એ નાવડામાંઇ ।।૪૯।।

મોટા ભક્ત મેઘપુરમાંઇ, સોની જીવરામ નારાયણભાઇ ।

વડાં વિરુબાઇ હરિ ભજી, દ્વિજ જેઠો ભાણજી રવજી ।।૫૦।।

ભાટ અમૃતસિંઘ નંદુકૃષ્ણ, બાઇ લાડકી ને હરિપ્રશ્ન ।

સામત સવદાસ કુંભાર, ભક્ત એ મેઘપુર મોઝાર ।।૫૧।।

મોટા ભક્ત છે મહાદેવ નામ, દ્વિજ વસે ટિડમસ ગામ ।

વસે વણથલીએ જન પાંચો, કણબી કેશવ કલ્યાણ સાચો ।।૫૨।।

જાણો જીરણગઢના જન, રામજી કુરજી વૃંદાવન ।

માણ્યકલાલ દ્વિજ હરિરામ, નાગરમાં પાંચીબાઇ નામ ।।૫૩।।

ક્ષત્રિ ઉમેદજી દાદોભાઇ, ભાટ માનસિંહની ભલાઇ ।

શા ચાંપશી વિરજી મંગળ, ભાવિ ભક્ત ભાટીયો ગોકળ ।।૫૪।।

ભક્ત લુવાર લખમણ કહીએ, હીરો મુળજી રામજી લહીએ ।

કૃષ્ણ નાઇ જેરામ લુવાણો, ભક્ત એક ઓઘો ગોલો રાણો ।।૫૫।।

દેવરામ નારાયણજી સુતાર, મોટા ભક્ત છાપ કરનાર ।

એહઆદિ જે ભક્ત અપાર, વસે જીરણગઢ મોઝાર ।।૫૬।।

મોટા ભક્ત છે ભાડેરમાંઇ, ક્ષત્રિ વાઘજી પાતળભાઇ ।

અખોભાઇ ને મુળુ બે નામ, દ્વિજ દેવરામ વિશરામ ।।૫૭।।

મેર જીવણો ને વક્તુ નામ, ગોકળદાસાદિ ભાડેર ગામ ।

દ્વિજ ભક્ત એક છે લિંબુડે, જસવંત ભજે હરિ રૂડે ।।૫૮।।

ક્ષત્રિ નાયોજી વિપ્ર પ્રેમજી, ગણોદમાં મોટા હરિ ભજી ।

ક્ષત્રિ ખોડોજી ને જીજીબાઇ, ભક્ત કહીએ તલગણામાંઇ ।।૫૯।।

જન રૂડા છે જાળિયામાંઇ, ઠકર હીરો ને નાથોભાઇ ।

સાંગો કાથડ ને નાગાજણ, બાઇ રતનું બાબરિયા સુજાણ ।।૬૦।।

શા અમરશી ઠાર વશરામ, આહિર વાલો ગંગાદાસ નામ ।

બાઇ જીવાં સોની પ્રેમબાઇ, જન એહાદિ જાળિયામાંઇ ।।૬૧।।

નથુ આહિર બાઇ મલાઇ, દ્વિજ કાનો ક્ષત્રિ વેરોભાઇ ।

ભક્ત ખવાસ છે રૂપાંબાઇ, એહ આદિ ઉપલેટામાંઇ ।।૬૨।।

દ્વિજ નાનો પ્રભાશંકર નામ, હીરજી વેલજી મયારામ ।

બાઇ લીલબાઇ રાજબાઇ, ક્ષત્રિ જુણો ભાયાવદ્રમાંઇ ।।૬૩।।

ઝાંઝમેરે દ્વિજ અંબારામ, ક્ષત્રિ ઉદો દુધિવદ્ર ગામ ।

ભાટ ગોપાળ ને ડોસો કહીએ, કાજુ ભક્ત કંડોરડે લહીએ ।।૬૪।।

ક્ષત્રિ લાધો જીજી ને અજુજી, સબલોજી બતડજી વાઘજી ।

ભક્ત ગોપાળજી અદોભાઇ, હવે કહું હરિજન બાઇ ।।૬૫।।

સજુબા હકુબા બાઇ બાજી, ભાવકુંવર ને ભામનાંજી ।

જાંબુબા વિરૂબા ક્ષત્રિમાંઇ, દ્વિજ માવજી મુળજીભાઇ ।।૬૬।।

હરજીવન જીવો વિયાસ, બાઇ દેવુ જેઠિ હરિદાસ ।

માવજી દેવશી દેવચંદ, ભક્ત લુવાણા ભજે ગોવિંદ ।।૬૭।।

ઓઝો ભીમો લીલો લીલબાઇ, ભક્ત એહાદિ ધોરાજીમાંઇ ।

ભક્ત ઠકર ભવાન નામ, સતસંગી એ સાંકળી ગામ ।।૬૮।।

ભલા ભક્ત છે સોની ફણેણી, ગોવા વેલાની એકજ રેણી ।

ભક્ત કાનો ને રામજીભાઇ, જીવી અમૂલાં કેશરબાઇ ।।૬૯।।

ભક્ત સુતાર કૃષ્ણ તે કહીએ, જન વિરજી રામજી લહીએ ।

વૈરાગી એક હરિદાસ, એહનો છે ફણેણીયે વાસ ।।૭૦।।

આણંદજી કરમશી વણિક, ભક્ત કુંભાર લાખો છે એક ।

સોની મીઠો ને કેશરબાઇ, એહાદિ ગામ ગુંદાળામાંઇ ।।૭૧।।

રૂડાં જન જાણો જેતપર, ભટ વામન અજરામર ।

જન જેરામ જીવણ નામ, વેલુ દેવ પુતળી અકામ ।।૭૨।।

જન પારવતી આદિ બાઇ, એહાદિ ભક્ત બ્રાહ્મણમાંઇ ।

ભગવાન ડુંગર ને ભાણો, અજુબાઇ એ કણબી જાણો ।।૭૩।।

ઠાર ઠાકરશી આંબો જન, માનુ અમર ટબી પાવન ।

એહ ભક્ત સુતાર સુજાણ, એક જન ઉનડ ખુમાણ ।।૭૪।।

ભક્ત કણબી માવજી નામ, બીજા ભક્ત છે ગાલોલ્ય ગામ ।

વૈશ્ય વાઘાનો તોરીયે વાસ, ખિરસરે ઠાર હરિદાસ ।।૭૫।।

સરતાનપુરે આલો તેલી, ભજે હરિ જગલાજ મેલી ।

શેઠ લાધો ખીમો ને રૂપશી, કાઠી મેરામ રામજી ર્કિશ ।।૭૬।।

એહાદિ દાસ વસે દેરડી, જેની પ્રીત્ય પ્રભુસાથે જડી ।

એવા હરિજનનાં જે નામ, લખવા છે મારે હૈયે હામ ।।૭૭।।

પૂર્વછાયો – કહિ કહિ કહિએ ક્યાં લગી, જન નામ અપરમપાર ।

શેષ થાકે સંભારતાં, નોય એક જીભે ઉચ્ચાર ।।૭૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સોરઠદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને તેરમું પ્રકરણમ્ ।।૧૧૩।।