ગઢડા પ્રથમ – ૨૪ : જ્ઞાનની સ્થિતિનું – માહાત્મ્યરૂપી ખટાઈનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:25pm

ગઢડા પ્રથમ – ૨૪ : જ્ઞાનની સ્થિતિનું – માહાત્મ્યરૂપી ખટાઈનું

સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૬ છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા, જે, “જે રીતે જ્ઞાને કરીને ૨સ્‍થ્‍િાતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરૂષથી પર છે. અને એ જ્ઞાનને વિષે સ્‍થ્‍િાતિ થાય છે. ત્‍યારે પ્રકૃતિપુરૂષ ને પ્રકૃતિપુરૂષનું જે કાર્ય તે કાંઇએ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે. અને એવી સ્‍થ્‍િાતિ થાય છે તેને એકરસ ચૈતન્‍ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિજ રહે છે પણ બીજો કોઇ આકાર રહેતો નથી. અને કયારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશજ દેખાય છે ને કયારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલોજ પ્રકાશ થાય છે અને તેટલોજ તેને પ્રણવનો નાદ સંભળાય છે અને જેટલો જેને ભગવાનનો નિશ્વય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઇ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્વય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્‍યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચિર ચૂશી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા; ને જો આખું લીંબુ ચૂશ્‍યું હોય તો ચણા ચવાય નહિ ને મગનો દાણો પરાણે પરાણે ચવાય; અને જો ધણાં લીંબુ ચૂશ્‍યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિં. તેમ ભગવાનનો નિશ્વય અને માહાત્‍મ્‍યરૂપી જેને ખટાઇ ચડી હોય તેની ચાર અંત:કરણ ને દશ ઇંદ્રિયોરૂપ જે દાઢો તે સર્વે અંબાઇ જાય છે, ત્‍યારે એ જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્‍પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને નિશ્વય કરવા સમર્થ થતો નથી, તેમજ અહંકારરૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમજ પંચ જ્ઞાન ઇંદ્રિયોને પંચ કર્મ ઇંદ્રિયો રૂપ જે દાઢો છે, તે દાઢે કરીને તે તે ઇંદ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનોે નિશ્વય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેનાં ઇન્‍દ્રિયો તથા અંત:કરણ તે પોતપાતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતાં નથી. અને ભગવાનનું સ્‍વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્‍યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્‍પ મતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્‍પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી પણ કલ્‍પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઇ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્‍યંત કામી થઇ જાયછે. અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્‍યંત ક્રોધી થઇ જાયછે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્‍યંત લોભી થઇ જાય છે ને ભગવાનને  ઇર્ષાવાન સમજે છે તે પોતે અત્‍યંત ઇર્ષાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્‍પે છે તે તો જેમ “સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે” તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્‍પે છે તે દોષ પોતાને દુ:ખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્‍વભાવ હોય ને જો ભગવાનને અતિશે નિર્દોષ સમજે તો પોતે પણ અતિશે નિર્દોષ થઇ જાય છે. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “કોઇ વિષયમાં પણ પોતાનાં ઇંદ્રિયો તણાતાં ન હોય ને અંત:કરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્વય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણ પણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે. ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા  જે, “એ પણ હરિભકતમાં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્વય પણ અતિશય દઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી જે,  હું ધન્‍ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાતદિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરૂષોત્તમે કરુણા કરીને પોતાનું સ્‍વરૂપ ઓળખાવ્‍યું છે ને કામ, ક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે અને નારદ, સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્‍યો છે, માટે મારૂં મોટું ભાગ્‍ય છે.” એવો વિચાર નથી કરતો ને આઠે પહોર અતિશે આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ છે.જેમ “બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્‍મ્‍ય નથી એટલે તેનો તેને આનંદ નથી.” તેમ ભગવાન પુરૂષોત્તમ મળ્‍યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે “મારૂં પૂર્ણકામપણું થયું છે” એવું નથી સમજતો, એ હરિના ભકતને મોટી ખોટ છે. અને જ્યારે કોઇ હરિભકતનો દોષ નજરમાં આવે ત્‍યારે એમ સમજવું જે “આનો સ્‍વભાવ તો સત્‍સંગમાં ન ધટે તેવો છે તોય પણ એને જો સત્‍સંગ મળ્‍યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્‍સંગમાં પડયો છે તો એનો પૂર્વજન્‍મનો અથવા આ જન્‍મનો સંસ્‍કાર ભારે છે તો આવો સત્‍સંગ મળ્‍યો છે” એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્‍ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૪||