અધ્યાય ૫ - પારાયણની વિધિ નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:50pm

અધ્યાય ૫ - પારાયણની વિધિ નિરૂપણ

હેમંતસિંહ રાજા પૂછે છે, હે મુનિ ! સપ્તાહ, નવાહ, પક્ષ, માસ અને બે માસની પારાયણમાં દરરોજ કથાવિરામમાં જે અધ્યાયો નિષેધના એટલે કે છોડવાના કહ્યા તેનો ત્યાગ કરીને પારાયણ કેવી રીતે કરવી ! ૧-૨

હે મુનિ ! સપ્તાહ પારાયણમાં દરરોજ કેટલા અધ્યાયો વાંચવાં ? તેમજ નવાહ પારાયણમાં, પંદર દિવસની પારાયણમાં, મહિનાની પારાયણમાં, અને બે મહિનાની પારાયણમાં કેટ કેટલા અધ્યાયો પ્રતિદિન વાંચવા ? એ હું તમારા થકી જાણવા ઇચ્છુ છું, કારણ કે તમારા સિવાય અન્ય મનુષ્ય એ જણાવવા સમર્થ નથી, માટે હે મુનિ ! તમેજ મને કહો. ૩-૫


શતાનંદ સ્વામી કહે છે, હે નરેન્દ્ર ! જ્યારે આ ગ્રંથની સપ્તાહ પારાયણ કરવાની હોય ત્યારે પ્રતિદિન વાંચવાના અધ્યાયોનો નિયમ પ્રથમ તમને હું કહું છું. ૬


સપ્તાહ પારાયણમાં પ્રતિદિન વાંચવાના અધ્યાયો :- પ્રથમ દિવસે છેતાલીશ, બીજે દિવસે પિસ્તાલીશ, ત્રીજા દિવસે છેતાલીશ, ચોથે દિવસે પિસ્તાલીશ, પાંચમે દિવસે પિસ્તાલીશ, છઠ્ઠે દિવસે પિસ્તાલીશ અને સાતમે દિવસે સુડતાલીશ અધ્યાયોનું વાચન વક્તાએ કરવું. આ સપ્તાહ પારાયણનો વાચન ક્રમ છે. ૭-૧૦


હે રાજન્ ! હવે જ્યારે નવાહ પારાયણ કરવાની હોય ત્યારે વાંચવાના અધ્યાયોનો નિયમ સાંભળવા ઇચ્છતા તમને હું કહું છું. ૧૧


નવાહ પારાયણનો વાચન ક્રમ :- પ્રથમ દિવસે છત્રીશ, બીજા દિવસે છત્રીશ, ત્રીજા દિવસે પાંત્રીશ, ચોથા દિવસે પાંત્રીશ, પાંચમા દિવસે ચોત્રીશ, છઠ્ઠા દિવસે પાંત્રીશ, સાતમાં દિવસે છત્રીશ, આઠમા દિવસે પાંત્રીશ અને નવમાં દિવસે સાડત્રીશ અધ્યાયોનું વાચન વક્તાએ કરવું. ૧૨-૧૪


હે રાજન્ ! હવે જ્યારે પક્ષ પંદર દિવસની પારાયણ કરવી હોય ત્યારે વાંચવાના અધ્યાયોનો નિયમ હું કહું છું. ૧૫


પક્ષ પારાયણનો વાચન ક્રમ :- પ્રથમ દિવસે એકવીશ, બીજા દિવસે બાવીશ, ત્રીજે દિવસે એકવીશ, ચોથે દિવસે બાવીશ, પાંચમે દિવસે એકવીશ, છઠ્ઠે દિવસે વીશ, સાતમે દિવસે બાવીશ, આઠમે દિવસે બાવીશ, નવમે દિવસે વીશ, તથા દશમે દિવસે વીશ, અગિયારમે દિવસે વીશ, બારમે દિવસે બાવીશ, તેરમે દિવસે એકવીશ, ચૌદમે દિવસે બાવીશ અને પંદરમે દિવસે ત્રેવીશ અધ્યાયોનું વાચન વક્તાએ કરવું. ૧૬-૨૧


હવે જ્યારે આ ગ્રંથની સર્વોત્તમ માસ-પારાયણ કરવાની હોય ત્યારે ક્રમને અનુસારે વાંચવાના અધ્યાયોનો નિયમ તમને કહું છું. ૨૨


માસ પારાયણનો વાચન ક્રમ :- પ્રથમ દિવસે અગિયાર, બીજે દિવસે અગિયાર, ત્રીજે, ચોથે પાંચમે અને છઠ્ઠે દિવસે અગિયાર અગિયાર અધ્યાયનું વાચન કરવું, સાતમે દિવસે બાર, આઠમે દિવસે દશ, નવમે દિવસે બાર, દશમે દિવસે દશ, અગિયારમે દિવસે અગિયાર, બારમે દિવસે બાર, તેરમે દિવસે દશ, ચૌદમે દિવસે અગિયાર, પંદરમે દિવસે સોળ, સત્તરમે દિવસે દશ, અઢારમે અને ઓગણીશમે દિવસે અગિયાર, વીશમે અને એકવીશમે દિવસે દશ, બાવીશમે અને ત્રેવીશમે દિવસે બાર, ચોવીશમે દિવસે દશ, પચીશમે દિવસે નવ, છવીશમે દિવસે દશ, સત્યાવીશમે દિવસે અગિયાર, અઠયાવીશમે દિવસે દશ, ઓગણીશમે દિવસે અગિયાર અને ત્રીસમે દિવસે નવ અધ્યાયોનું વાચન પારાયણ પરાયણ વક્તાએ કરવું. ૨૩-૩૨


હવે હું જ્યારે બે માસની પારાયણ કરવાની હોય ત્યારે પ્રતિદિન વાંચવાના અધ્યાયોનો નિયમ કહું છું. ૩૩


બે માસની પારાયણનો વાચન ક્રમ :- પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા દિવસે પાંચ પાંચ અધ્યાયો વાંચવા, પાંચમે અને છઠ્ઠે દિવસે છ, સાતમે દિવસે પાંચ, આઠમે દિવસે છ, નવમે દિવસે પાંચ, દશમે દિવસે છ, અગિયાર અને બારમે દિવસે પાંચ પાંચ, તેરમે દિવસે છ, ચૌદ અને પંદરમે દિવસે પાંચ પાંચ, સોળમે દિવસે છ, સત્તર અને અઢારમે દિવસે પાંચ, ઓગણીસ અને વીશમે દિવસે છ છ, એકવીશમે દિવસે પાંચ, બાવીશ અને ત્રેવીશમે દિવસે છ, ચોવીશમે દિવસે પાંચ, પચીશમે દિવસે છ, છવીશ, સત્યાવીશ અને અઠયાવીશમે દિવસે પાંચ પાંચ, ઓગણત્રીશમે દિવસે છ, ત્રીશ, એકત્રીશ અને બત્રીશમે દિવસે પાંચ પાંચ, તેત્રીશમે દિવસે છ, ચોત્રીશ, પાંત્રીશ અને છત્રીશમે દિવસે પાંચ પાંચ, સાડત્રીશમે દિવસે છ, આડત્રીશ, ઓગણચાલીશ અને ચાલીશમે દિવસે પાંચ પાંચ, એકતાલીશમે દિવસે ચાર, બેતાલીશમે દિવસે છ, તેતાલીશમે દિવસે પાંચ, ચુમાલીશમે દિવસે આઠ, પીસ્તાલીશમે દિવસે છ, છેતાલીશ થી માંડી અને છપ્પન દિવસ સુધી પ્રત્યેક દિવસે પાંચ પાંચ અધ્યાયોનું વાચન કરવું, સત્તાવન અને અઠાવનમે દિવસે છ, ઓગણસાઠમે દિવસે ચાર અને સાઠમે દિવસે પાંચ અધ્યાયોનું વાચન વક્તાએ કરવું. ૩૪-૫૩


હે નૃપોત્તમ રાજા ! આ પ્રમાણે સપ્તાહ આદિક પારાયણોમાં વાંચવાના અધ્યાયોની સંખ્યાનો નિયમ મેં તમને કહ્યો. ૫૪


હે રાજન્ ! જે અધ્યાયો કથાના વિરામમાં નિષેધ કર્યા છે, તે અધ્યાયોમાં વિરામ કર્યા સિવાય આ સંખ્યાઓનું નિરૂપણ કરેલ છે એમ તમારે સ્પષ્ટ પણે જાણવું. ૫૫


પક્ષ પારાયણમાં પંદર દિવસનો પક્ષ જાણવો અને માસ પારાયણમાં ત્રીશ દિવસનો માસ જાણવો, પણ તિથિઓનું ધ્યાન રાખીને પક્ષ કે મહિનો સમજવો કરવો નહિ. તિથિઓ વધ-ઘટ હોઇ શકે છે. ૫૬


ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે પારાયણની વિધિ નિરૂપણ કર્યું. એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૫ ।।