વચનવિધિ કડવું - ૧૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:11pm

પછી સીતા સારુ શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઊતર્યા સિંધુતીરજી
લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી

સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેશ ।।
આવી મળો તમે અમને, ફેર પાડશો મા વળી લેશ ।। ર ।।

ત્યાં તો વિભીષણે ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર ।।
તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો રામે કર્યો તિરસ્કાર ।। ૩ ।।

આજ્ઞા લોપીને આવિયાં, તેણે રાજી ન થયા રામ ।।
પછી અગ્નમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ ।। ૪ ।।

ત્યારે દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર ।।
ત્યારે રામજીએ રાખિયાં, શુદ્ધ જાણી સીતા નાર ।। પ ।।

વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન રહ્યું સુખ ।।
એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ ।। ૬ ।।

મોટાને પણ માનવા જોગ્ય, આજ્ઞા શ્રી જગદીશની ।।
છોટી મોટી જે આગન્યા, તે સરવે છે વસા વિશની ।। ૭ ।।

આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને  અતિ ।।
નિષ્કુળાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ ।। ૮ ।।