સ્નેહ ભર્યાં નયને નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:19pm

રાગ - પરજ

 

સ્નેહ ભર્યાં નયને નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને.

અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને. ટેક.

છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ થયા,

ધર્મભક્તિને ઘેર આનંદ ઊત્સવ થયા ;

સંતોને આનંદ ઊપજાવતા હો, વંદન આનંદ ઘનશ્યામને. સ્નેહ૦ ૧

બાળચરિત્ર કરી આપે વન વિચર્યા ,

તિર્થોમાંહિ ફરી જીવો પાવન કર્યા;

નીલકંઠ નામ ધરાવતા હો, વંદન આનંદ ઘનશ્યામને. સ્નેહ૦ ૨

વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા ,

બ્રહ્મરૂપ  તેજ કરી મોટા યોગી થયા ;

નિજ સ્વરૂપ સમજાવતા હો, વંદન આનંદ ઘનશ્યામને. સ્નેહ૦ ૩

લોજપુરધામ રહી સરયુદાસ કાવીયા,

સર્વોપરી જ્ઞાન કહી સંતોને રીઝાવીયા;

મુક્તાનંદ પ્રેમથકી પૂજતા હો, વંદન આનંદ ઘનશ્યામને. સ્નેહ૦ ૪

Facebook Comments