દીયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો (૧) ?

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 12:18pm

રાગ - ઝુલડીનો

પદ - ૧

દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો;

આપો મારી અંગુઠડી. ટેક.

એમાં હીરો એક જડેલો, કિંમતવાળો ક્રોડે;

અંગુઠડી કોઈ અન્ય ન આવે, જગમાં એની જોડે. દીયરજી૦ ૧

હવે હઠીલા હઠ કરશો  તો, બહુ ખીજાશે બાપો;

ઝક ઝાઝી ન કરો સમજીને, શ્યામ અંગુઠી આપો. દીયરજી૦ ૨

વઢશે ભાઈ તમારા તમને , માટે ખોલો મુઠી;

શાણા સરલ પણાથી આપો, એ મારી અંગુઠી. દીયરજી૦ ૩

આ ઘડીએ અંગુઠી લઈને, જો કદી નાસી જાશો;

દેવી પડશે દીયર અંગુઠી, પછી બહુ પર્સ્તાશો. દીયરજી૦ ૪

આજ થકી ઘનશ્યામ  તમે જો, આવો કરશો અન્યાય;

ચોરીનો ગુહ્નો શિર ઠરશે, નહિ કોઈ આપે કન્યા. દીયરજી૦ ૫

વણ કન્યાએ વાલમ રહેશો, ભવ આખો બ્રહ્મચારી;

ગૃહસ્થની ગણતીમાં તમને , ગણશે નહિ સંસારી. દીયરજી૦ ૬

લક્ષણવંતા લાલ થશો  તો, કન્યા કયાંથી જડશે;

ઘર મુકી ઘનશ્યામ પછી તો, વનમાં ફરવું પડશે. દીયરજી૦ ૭

આપો શ્રી ઘનશ્યામ અંગુઠી, અવિનાશી અવિકારી;

વદનકમળ પર  પ્રીત કરી, જગદીશાનંદ બલિહારી. દીયરજી૦ ૮

Facebook Comments